ઓટોમોબાઇલ્સબિઝનેસ

ટોયોટા કિર્લોસ્કર મોટર ઓલ-ન્યુ અર્બન ક્રુઝર માટે 22 ઓગસ્ટ, 2020થી બુકિંગ્સ શરૂ કરશે

 

·        ટોયોટાની નવી કોમ્પેક્ટ એસયુવી, જે પાવરફુલ કે-સીરિઝ 1.5 લીટર ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ

·        મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમીશન બંન્નેમાં ઉપલબ્ધ

·        તમામ ઓટોમેટિક ટ્રાન્સમીશન વેરિઅન્ટ્સ અદ્યતન લી-આયન બેટરી સાથે આઇએસજીથી સજ્જ, જેનાથી ઇંધણ કાર્યક્ષમતા વધશે

·        આકર્ષક બોલ્ડ ગ્રિલ, જેનાથી કોમ્પેક્ટ એસયુવીની માર્ગ ઉપર આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર ઉપસ્થિતિ

·        બોલ્ડ ટ્રેપેઝોડિયલ ફોગ લેમ્પ ડિઝાઇન

·        આરામદાયક અને આકર્ષક ડ્યુઅલ-ટોન ડાર્ક બ્રાઉન પ્રીમિયમ ઇન્ટિરિયર્સ

·    ડ્યુઅલ ચેમ્બર એલઇડી પ્રોજેક્ટ હેડલેમ્પ્સ સાથે ડ્યુઅલ ફંક્શન એલઇડી ડીઆરએલ-કમ ઇન્ડિકેટર્સ તથા ઇલેક્ટ્રોક્રોમિક આઇઆરવીએમ સુરક્ષિત ડ્રાઇવ પ્રદાન કરશે

·        રેઇન સેન્સિંગ વાઇપર્સ અને ક્રુઝ કંટ્રોલ ગ્રાહકની અનુકૂળતા અને આરામદાયકતામાં વધારો કરશે

·        ટોયોટાની બેજોડ સેલ્સ અને સર્વિસ દ્વારા આનંદસભર માલીકીના અનુભવની ખાતરી

·         બુકિંગ રકમ માત્ર રૂ. 11,000

·     ગ્રાહકોની અનુકૂળતામાં વધારો કરતાં બુકિંગ ઓનલાઇન (@ www.toyotabharat.com)તથા નજીકની ટોયોટા ડીલરશીપ ખાતે કરી શકાશે

ગ્રાહકોને તહેવારોની મોસમમાં કાર ખરીદીનું આયોજન કરવામાં મદદરૂપ બનવા ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે તેની લાંબા સમયથી રાહ જોવાતી કોમ્પેક્ટ એસયુવી ઓલ-ન્યુ ટોયોટા અર્બન ક્રુઝરનું 22 ઓગસ્ટ, 2020થી બુકિંગ શરૂ કરવાનીની જાહેરાત કરી છે. ભારતમાં ટોયોટા તરફથી સૌથી યુવાન અર્બન એસયુવી અર્બન ક્રુઝર આજના મહાત્વાકાંક્ષી યુવાનો માટે તૈયાર કરવામાં આવી છે, જેમણે પોતાની સિદ્ધિઓ બદલ આદર પ્રાપ્ત કર્યો છે તથા જીવનમાં કઠોર પસંદગીઓ કરી છે તથા યુવાનીમાં ટોયોટા એસયુવી ખરીદવાની ઇચ્છા ધરાવે છે.

ટોયોટા તરફથી આ નવીન ઓફરિંગ નવા અને પાવરફુલ છતાં પણ ઇંધણ કાર્યક્ષમ કે-સીરિઝ 1.5 લીટર ફોર-સિલિન્ડર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે, જે ઉત્તમ ડ્રાઇવિંગનો અનુભવ પ્રદાન કરે છે. અર્બન ક્રુઝર મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમીશન (એટી) બંન્નેમાં ઉપલબ્ધ બનશે તથા તમામ એટી વેરિઅન્ટ્સ અદ્યતન લી-આયન બેટરી સાથે આઇએસજી-ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ટોર્ક આસિસ્ટ, રિજનરેટિવ બ્રેકિંગ અને આઇડલ સ્ટાર્ટ સ્ટોપ)થી સજ્જ રહેશે.

કારનો બાહ્ય દેખાવ આત્મવિશ્વાસ અને ઉર્જાથી ભરપૂર ઓન-રોડ ઉપસ્થિતિ પ્રદાન કરે છે, જે ટુ સ્લેટ વેજ કટ ડાયનામિક ગ્રીલ સાથે ક્રમો અને ટ્રેપઝોડિયલ બોલ્ડ ફોગ એરિયા ધરાવે છે. તે ડ્યુઅલ ચેમ્બર એલઇડી પ્રોજેક્ટ હેડલેમ્પ સાથે રહેશે તથા ડ્યુઅલ ફંક્શન એલઇડી ડીઆરએલ-કમ-ઇન્ડિકેટર્સ અને એલઇડી ફોગ લેમ્પ્સ પણ તેમાં સામેલ છે. ગ્રાહકો પાસે 16-ઇંચ ડાયમંડ કટ એલોય વ્હિલ્સ તથા ડ્યુઅલ-ટોનમાં વાઇબ્રન્ટ કલર્સ સાથે વિશેષ બ્રાઉન કલરના વિકલ્પ રહેશે.

ગ્રાહકોની ખુશીમાં વધારો કરવા ઓલ-ન્યુ ટોયોટા અર્બન ક્રુઝર 3 વર્ષ/1 લાખ કિમીની સુપિરિયર વોરંટી તથા ઇએમ60ની એક્સ્પ્રેસ સર્વિસ, વોરંટી એક્સટેન્શન, વોટ્સઅપ કમ્યુનિકેશન જેવી અનુકૂળ સેવાઓ સાથે ટોયોટાનો એક્સપિરિયન્સ ઓફર કરે છે.

બુકિંગ્સ શરૂ કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં ટીકેએમના સેલ્સ અને સર્વિસિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, અમે અમારી નવી ઓફરિંગ – અર્બન ક્રુઝર અંગે ઘણાં ઉત્સાહિત છીએ કારણકે તેણે પહેલેથી જ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને રસ ધરાવતા ગ્રાહકો તરફથી ઇન્કવાયરી પણ મેળવી છે. અમે સમજીએ છીએ કે આ તહેવારોની સીઝનમાં અમારા ગ્રાહકો ટોયોટા પાસેથી નવા વાહન અંગે વધુ જાણકારી મેળવવા ઇચ્છુક રહેશે, જેથી તેઓ પસંદગીના વાહન અંગે માહિતીસભર નિર્ણય કરી શકે. આથી અમે અમારા બુકિંગ્સ શરૂ કરતાં પહેલાં કાર અંગે અમારા ગ્રાહકોને વધુ જાણકારી પ્રદાન કરવા માગતા હતાં.

આજે અમે કેટલાંક ફીચર્સ જાહેર કર્યાં છે, જે ભારતમાં કોમ્પેક્ટ એસયુવી પ્રત્યે યુવાનોની આશા અને અપેક્ષાઓને અપીલ કરવા સક્ષમ છે. ટોયોટા અર્બન ક્રુઝર યુવાન ગ્રાહકોની જરૂરિયાત મૂજબનું બધુ ઓફર કરે છે તથા ઉત્તમ સેલ્સ અને સર્વિસ એક્સપિરિયન્સ સાથે સંખ્યાબંધ મૂલ્ય વર્ધિત સેવાઓ દ્વારા ટોયોટા બ્રાન્ડના માલીક બનવાની ખુશી પ્રદાન કરે છે અમને વિશ્વાસ છે કે ટોયોટા અર્બન ક્રુઝર ‘Travel in Style’ને પ્રેમ કરતાં ગ્રાહકો માટે વિશેષ ‘Urban Standout Appeal’ બની રહેશે. અમે અમારા ગ્રાહકોને આવકરાવા માટે સજ્જ છીએ, જેઓ જીવનની શરૂઆતમાં ટોયોટા એસયુવીના માલીક બનવા માગે છે તેમજ વિશ્વસ્તરીય ધોરણો મૂજબની અમારી સેલ્સ અને આફ્ટર-સેલ્સ સર્વિસિસનો અનુભવ કરવા માગે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગ્રાહકો ડ્યુઅલ-ટોન ડાર્ક બ્રાઉન પ્રીમિયમ ઇન્ટિરિયર્સ, અર્ગોનોમિકલી તૈયાર કરાલેયી વિશાળ અને આરામદાયક કેબિન, સ્માર્ટ એન્ટ્રી સાથે એન્જિન પુશ સ્ટાર્ટ/સ્ટોપ બટમ અને ઓટો એસી જેવા આકર્ષક ફીચર્સને પણ અનુભવશે. ટોયોટા અર્બન ક્રુઝર સ્માર્ટ પ્લેકાસ્ટ ટચસ્ક્રિન ઓડિયો સાથે એન્ડ્રોઇડ ઓટો/એપ્પલ કારપ્લે અને સ્માર્ટફોન-આધારિત નેવિગેશન, રેઇન સેન્સિંગ વાઇપર્સ, ક્રુઝ કંટ્રોલ અને ઇલેક્ટ્રોક્રોમિક ઇનસાઇડ રિયર વ્યૂ મિરર (આઇઆરવીએમ) જેવા હાઇ-એન્ડ ફીચર્સથી સજ્જ છે, જે ઉત્તમ કમ્ફર્ટ આપે છે.

ટોયોટા અર્બન ક્રુઝર માટે બુકિંગ્સ માત્ર રૂ. 11,000ની સાધારણ ફી સાથે 22 ઓગસ્ટ, 2020થી શરૂ થશે. ગ્રાહકો ઓનલાઇન www.toyotabharat.com અથવા નજીકની ટોયોટા ડીલરશીપની મુલાકાત લઇને બુકિંગ કરાવી શકે છે. વધુ માહિતી માટે ગ્રાહકો લોગ ઓન કરો – www.toyotabharat.com.

 

Overview of TKM: 

Company nameToyota Kirloskar Motor Private Limited
Equity participationTMC: 89%, Kirloskar Systems Limited (Mr. Vikram S. Kirloskar): 11%
Number of employeesApprox. 6,500
Land areaApprox. 432 acres (approx.1,700,000 m2)
Building area74,000 m2
Total Installed Production capacityUp to 3,10,000 units

Overview of TKM 1st Plant: 

EstablishedOctober 1997 (start of production: December 1999)
LocationBidadi
ProductsInnova, Fortuner manufactured in India.
Vellfire imported as CBU
Installed Production capacityUp to 1,00,000 units


Overview of TKM 2nd Plant:
 

Start of Production

December 2010

Location

On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi

Products

Toyota Yaris, Camry Hybrid

Installed Production capacity

Up to 2,10,000 units

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button