એજ્યુકેશન

વાપીમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ શિક્ષણ માટે દિલ્હી પબ્લિક સ્કૂલનો શુભારંભ

વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને બળ આપવા તથા શૈક્ષણિક ક્રાંતિની શરૂઆત કરવા દિલ્હી પબ્લિક સ્કૂલનો વાપી શહેરમાં શુભારંભ થયો છે. દિલ્હી પબ્લિક સ્કૂલ સોસાયટી, નવી દિલ્હીના સહયોગ તેમજ દિલ્હી પબ્લિક સ્કૂલ સુરત અને દિલ્હી પબ્લિક સ્કૂલ તાપી જેવાં પ્રવર્તમાન સંસ્થાઓ દ્વારા શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટતા સ્થાપિત કરતાં મેનેજમેન્ટ અને લીડરશીપ દિલ્હી પબ્લિક સ્કૂલ વાપીની રજૂઆત કરતાં ગૌરવ અનુભવે છે.

ઉલ્લેખનીય છે કે ડીપીએસ વાપી કોપરલીમાં 8 એકરના વિશાળ કેમ્પસમાં આવી રહ્યું છે, જે અદ્યતન માળખાકીય સુવિધાઓ સાથે વાપી શહેરમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ અને ભવિષ્યલક્ષી શિક્ષણનું વિઝન ધરાવે છે.

શાળા એપ્રિલ, 2021માં પ્રી-નર્સરીથી ધોરણ 5 સાથે કામગીરીની શરૂઆત કરશે. શૈક્ષણિક સત્ર 2021-22 માટે પ્રી-નર્સરીથી ધોરણ 5માં પ્રવેશ પ્રક્રિયા 18 જાન્યુઆરી, 2021થી શરૂ થશે.

વધુ જાણકારી માટે મુલાકાત લો – www.dpsvapi.net

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button