સુરત

પ્રધાનમંત્રીએ સુરતની વંદનાની કળાને બિરદાવી

પ્રધાનમંત્રીએ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી

આમ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય કાઢી લોકોને તેમના પત્રોનો જવાબ આપે છે અને તેમનું મનોબળ વધારે છે. જો કે આ વખતે પ્રધાનમંત્રીએ જે પત્રનો જવાબ આપ્યો છે તે ખૂબ જ ખાસ છે. વાસ્તવમાં પ્રધાનમંત્રીએ આ પત્ર લખ્યો છે સુરતમાં રહેનારી વિદ્યાર્થીની વંદના માટે, જેણે દિવાળી પર પ્રધાનમંત્રીની એક ખૂબ જ સુંદર રંગોળી બનાવી તેનો ફોટો પ્રધાનમંત્રીને મોકલ્યો હતો. આમ તો વંદના ન તો સાંભળી શકે છે અને ન તો તે બોલી શકે છે. પરંતુ વંદનાએ પ્રધાનમંત્રીની જે રંગોળી બનાવી છે તે એટલી જીવંત છે, જાણે તે પોતે બોલી ઉઠશે.

વંદનાને લખેલા પત્રમાં પ્રધાનમંત્રી મોદીએ તેનો જુસ્સો વધારતા કહ્યું કે, જીવનમાં મુશ્કેલીઓ અને અડચણો આવતી રહે છે પરંતુ આપણે તે વિપરીત પરિસ્થિતિઓમાં પણ જો હિંમત ન હારીએ અને તેનો હિંમતપૂર્વક સામનો કરીએ તો હકીકતમાં એ જ આપણી જીત છે.

પ્રધાનમંત્રીએ પત્રમાં આગળ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને સાથે જ એ આશા વ્યક્ત કરી છે કે તે શિક્ષણ અને કળાના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરે.

આ પહેલા વંદનાએ પત્ર લખીને પ્રધાનમંત્રીને તેના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા.-PIB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button