સુરત
ગરીબ બાળકોને હોટેલમાં જમાડી વાસ્તુ ડેરી દ્વારા વર્લ્ડ ફૂડ ડેની સાર્થક ઉજવણી
સુરત (ગુજરાત): વર્લ્ડ ફૂડ ડે પ્રીસેલિબ્રેશન અંતર્ગત વાસ્તુ ડેરી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સિટીમાં સ્લમ એરિયાના ગરીબ બાળકોને કતારગામમાં ગજેરા સર્કલ પાસે આવેલી દર્શન હોટેલમાં લઇ જઇ ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોએ હોટેલમાં વિવિધ પકવાનો અને આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. તમામ બાળકોને હોટેલમાં જમ્યા પછી નોટબૂક અને પેનનું પણ વિતરણ કરતા ખુશખુશાલ જણાતા હતા.
વાસ્તુ ડેરીના ચેરમેન ભૂપત સુખડીયાએ કહ્યુ કે ફૂડ ડે નિમિત્તે જે બાળકોએ ક્યારેય હોટેલ નથી જોઈ એવા બાળકોને હોટેલમાં લઇ જઈ જમાડવામાં આવ્યા હતા. બાળકોના ચહેરા પરની ખુશી સામે હોટેલ્સનું બિલ પણ નગણ્ય લાગે. આવા કામ માટે નિમિત્ત બનવુ એ પણ પ્રભુની કૃપા છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ જ રીતે ગરીબ બાળકોને હોટેલમાં જમાડીને વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી કરાઇ હતી.