આ પ્રકારની સિધ્ધિ હાસલ કરનાર પહલી ગુજરાતની પહેલી ટીમ
સુરત : સમુરાઇ આર્ટ એ સૌથી મોટી ઇન્ટિલેક્ટ્યૂઅલ માર્શલ આર્ટ છે. જેમાં તલવારને નિયંત્રણ રાખી એક અસરકારક ટેકનિક સાથે બહુજ સરળતાપૂર્વક તથા અત્યંત ધ્યાનપૂર્વક તેનું સંચાલન કરવામાં આવે છે. કેન્જુત્સુ એ જાપનીઝ સ્વોર્ડસ્મેન શિપની તમામ કોબુડુ (હથિયાર પ્રશિક્ષણ) સ્કુલ માટેનું એક છત્ર છે.
ભારતના અગ્રણી પૈકીના એક ધી બેસ્ટ માર્શલ આર્ટીસ્ટ સોશીહન મેહુલ વોરા (SOSHIHAN MEHUL VORA) અને ગુજરાતના ગૌરવ રેન્સી વિસ્પી ખેરાડી (RENSHI VISPY KHARADI)એ નિપ્પોન કોબુડો એન્ડ કેન્જુત્સુ ફેડરેશન ઇન્ડિયા અને જાપાનીઝ સ્વોર્ડઝ એન્ડ વેપન ફેડરેશન ઇન્ડિયાના ફોરમમાં ઇન્ડિયન માર્શલ આર્ટ ફેટરનીટીની વૃદ્ધિશીલ ભેટ આપી છે. આ સંગઠન મુગરીયા હૈડો નિચિર્યુકાઇ જાપાન, નિહોન્ડેન કોબુડો કૌશીકાઇ જાપન અને કેનેડામાં આવેલા વર્લ્ડ કોબૂડો ફેડરેશન હેઠળ માન્યતા પ્રાપ્ત છે. સોશીહન મેહુલ વોરા હંશી એ એક લાઇસન્સધારક શિક્ષક છે (વર્ષ 2005 થી) અને ઉપરોક્ત સંગઠન માટે ભારત માટે મુખ્ય પ્રશિક્ષક અને પરીક્ષક તરીકે ભારતમાં એક માત્ર લાઇસન્સધારક હતા.
7 વખત ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, ફિટનેસ અને ન્યુટ્રિશન એક્સપર્ટ રેન્સી વિસ્પી ખેરાડી એ NKKFI ઇન્ડિયાના બુચો / મેનેજિંગ ડિરેક્ટર છે, જે ગુજરાતના પ્રેસિડેન્ટ છે અને આપણા રાજ્યના સૌથી માનનીય અને સૌથી મોટા સિનિયર બ્લેક બેલ્ટ છે.
અહીં પ્રશિક્ષકોને તેમની સંપૂર્ણ ટીમ અને ગુજરાતના પ્રથમ બ્લેક બેલ્ટનો પરિચય આપવામાં આવે છે. જેમાં 8 વર્ષથી 53 વર્ષની વય સુધીના જોડાયેલા છે. હાલ સેમ્પેઇ યઝદાન ખેરાડી (8 વર્ષ) અને સેમ્પેઇ ઝિદાન ખેરાડી (11 વર્ષ)એ આ માર્શલ આર્ટના સૌથી યુવા તાલીમાર્થી છે. આ ટીમમાં રેન્સી વિસ્પી ખેરાડી (મધ્યમાં) શામેલ છે.
તેમની જમણી બાજુથી સેન્સેઇ ડો. કેવલ સોનડાગર, સેન્સેઇ અબુબાકર કેડોડિયા, સેન્સેઇ નેહા પટેલ, સેન્સેઇ પ્રાજેશ દેશમુખ, સેન્સેઇ ચિત્રક દેસાઇ, સેન્સેઇ રમીઝ વિરાણી, સેન્સેઇ તરુણ ઠિમ્મર, સેન્સેઇ ફરઝાના ખેરાડી, તેની ડાબી બાજુથી, સેન્સેઇ ડારાયસ કૂપર (53 વર્ષ), સેન્સેઇ મયુર વનેચા, સેન્સેઇ કુંજલ દેસાઇ,સેન્સેઇ ગુલામ મલેક, સેન્સેઇ ચિંતનસિંહ રાઠોડ, સેમ્પેઇ જમશેદ કૂપર, સેમ્પેઇ દેવ પ્રજાપતિ, સેમ્પેઇ શુભ સોની, વચ્ચે ઉભેલા રેન્સી વિસ્પી ખેરાડીની જમણી બાજુ, સેમ્પેઇ યઝદાન ખેરાડી, વચ્ચે ઉભેલા રેન્સી વિસ્પી ખેરાડીની ડાબી બાજુ,સેમ્પેઇ ઝીદાન ખેરાડી.
વધુ માહિતી મેળવવા માટે WWW.SAMURAIINDIA.COM