અમદાવાદ

ભાજપા માટે કાર્યકરો જ સર્વોપરી છે – શ્રી સી.આર. પાટિલ

ગુજરાતની શાંતિ અને સલામતી બતાવે છે ભાજપા સરકારે કાયદો વ્યવસ્થા નું ઉત્કૃષ્ઠ અમલીકરણ કરેલ છે – શ્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટિલના મહત્વાકાંક્ષી એવા મિશન પેજ પ્રમુખ અંતર્ગત કર્ણાવતી મહાનગરની વટવા અને અમરાઇવાડી વિધાનસભામાં પેજ પ્રમુખશ્રીઓનો કાર્ડ વિતરણ સમારોહ યોજાયો.

પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટિલના વરદ હસ્તે અમદાવાદના વટવા અને અમરાઈવાડી વિધાનસભામા થઈ ને આશરે સિત્તેર હજાર જેટલા પેજ સમીતી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સિત્તેર હજાર કાર્ડમા એકલાખ એંશીહજાર જેટલા મતદાતાઓનો પ્રત્યક્ષ સમાવેશ થાય છે. ભાજપાના માઇક્રો પ્લાનિંગ અને મેનેજમેન્ટ તેમજ ભાજપાની વિશિષ્ટ સંગઠન શક્તિના કારણે કોઈપણ ચૂંટણીની પ્રક્રિયા અને તૈયારીઓ માં ભાજપા બધી પાર્ટીઓ કરતા હરહમેશ આગળ હોય છે.

પ્રદેશ પ્રમુખશ્રી સી.આર પાટીલે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ સમારોહમાં જણાવ્યું કે પેજ સમિતિએ ચુંટણી જીતવા માટેનું અચૂક અને અ-ભેદ શસ્ત્ર છે. પેજ સમિતિની સંરચના એક અણુંબોમ્બ જેવી છે કે જેના થકી ગુજરાત ભાજપાના લાખો કાર્યકર્તાશ્રીઓ કોંગ્રેસના સૂપડા સાફ કરી નાખશે. કોંગ્રેસ એ ડૂબતી નાવ છે, કોંગ્રેસનું અસ્તિત્વ સમાપ્ત થવા જઈ રહયું છે. કોંગ્રેસ વિસર્જનનું પૂજ્ય ગાંધીબાપુનું સ્વપ્ન સાકાર કરવા ભાજપાના પાયાના કાર્યકર્તાશ્રીઓ ચુંટણીની જંગના મેદાનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લોકકલ્યાણ-જન કલ્યાણની વિવિધ યોજનાઓ અને વિવિધ કાર્યોને લઈને રણશિન્ગું ફૂકી દીધું છે.

સ્થાનિક સ્વરાજય ની ચુંટણીના પ્રદેશ ઇન્ચાર્જશ્રી અને કર્ણાવતી મહાનગરના પ્રભારીશ્રી આઈ.કે.જાડેજાએ પેજ પ્રમુખો અને ઉપસ્થિત કાર્યકર્તાઓમાં જોમ અને જુસ્સાનો સંચાર કરતા જણાવ્યું હતું કે આ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ૧૦૦% પરિણામ હાંસલ કરીને આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના હાથ મજબુત કરીએ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના તેમજ વિકાસની અવિરત યાત્રા ને આગળ ધપાવીએ.

અમદાવાદ શહેર પ્રમુખશ્રી જગદીશ પંચાલે પેજ પ્રમુખ સમિતિના પેજ પ્રમુખના કાર્ડ વિતરણ સમારોહમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે કાર્યકર્તા એ પાર્ટીની મૂડી છે. સંગઠન થકી સત્તા અને સત્તા થકી સેવા એજ ભાજપાનો મૂળ મંત્ર છે. ભાજપા એ કેડરબેજ પાર્ટી છે, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ સંઘવી હાઈસ્કુલ નારણપુરાના એક બુથના બુથ પ્રમુખ હતા. પક્ષમાં કોઈ પણ જવાબદારી નાની કે મોટી હોતી નથી, પક્ષે સોંપેલ જવાબદારી નિભાવતા-નિભાવતા શ્રી અમિતભાઈ શાહ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને તેમના નેતૃત્વ હેઠળ ભાજપા ૧૮ કરોડથી પણ વધુ સભ્યવાળી વિશ્વ ની સૌથી મોટી રાજ્કીય પાર્ટી બની છે.

ગૃહરાજ્ય મંત્રીશ્રી અને વટવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી પ્રદીપસિંહ જાડેજા એ પોતાના વટવા વિસ્તાર ની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થતાં વટવા વિધાન સભા વિસ્તારના પેજ પ્રમુખશ્રીઓ ને સંબોધતા જણાવ્યું હતું કે આપ સૌ પેજ પ્રમુખોના નિષ્ઠાપૂર્વક કામગીરીથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ૧૦૦% પરિણામ ચોક્કસથી હાંસલ કરીશું. તાજેતરમાં યોજાયેલ ૮ વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપાએ તમામ ૮ વિધાનસભા બેઠકો જંગી બહુમતીથી જીતી હતી તેમાં પેજ સમિતિનો બહુમુલ્ય ફાળો રહ્યો હતો. રાજ્યમાં કાયદા વ્યવસ્થાના ઉત્કૃષ્ઠ અમલીકરણ ના કારણે આજે સમગ્ર રાજ્યની પ્રજા શાંતિ સલામતી ની અનુભૂતિ કરી રહી છે. કોરોના મહામારી કાળમાં રાજ્ય સરકારે પ્રજાલક્ષી કામગીરી કરીને રાજ્યના કરોડો લોકોના જીવ બચાવ્યા છે. કોરોનાની મહામારીને આપણે સૌ સાથે મળીને સફળતાપૂર્વક ડામી શકયા છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના ત્વરિત નિર્ણયો અને દીર્ઘદૃષ્ટિના કારણે વિશ્વની સરખામણીમાં આપણા દેશ અને રાજ્યમાં કોરોના ની મહામારી કાબુમાં રહેવા પામી છે અને દેશના વૈજ્ઞાનિકો અને નિષ્ણાત ડોકટરોની મહેનતના કારણે હાલમાં સમગ્ર દેશમાં પ્રથમ તબક્કાનું મહારસીકરણ અભિયાન ચાલી રહ્યું છે.

અમરાઈવાડી વિધાનસભાના જાગૃત ધારાસભ્યશ્રી જગદીશ પટેલે સૌ પેજ પ્રમુખોને આવકાર-અભિનંદન આપતા જણાવ્યું હતુ કે આપશ્રી ની આગવી પ્રતિભા અને બુથમાં વિશ્વાસ સંપાદનના કારણે આટલા ટૂંકા ગાળામાં વિધાનસભાની મતદારયાદીને પેજ સમિતિમાં પરિવર્તિત કરી શક્યા છીએ. આ પેજસમિતિ અને પેજ પ્રમુખની સંરચનાના કારણે ભાજપાના વિજયશ્રીના વિશ્વાસમાં અનેક ગણાનો વધારો થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button