નેશનલહેલ્થ એન્ડ બ્યૂટી

કેન્દ્ર સરકાર કોવિડ-19 રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ

પ્રશિક્ષકોના 2,360 તાલીમસત્રોનું આયોજન થયું; 7,000થી વધારે જિલ્લા તાલીમાર્થીઓને તાલીમ મળી

આગામી અઠવાડિયામાં 4 રાજ્યમાં રસીના સંચાલન માટે પ્રાયોગિક કવાયત હાથ ધરવામાં આવશે

કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ 19 રસીકરણ અભિયાન શરૂ કરવા સજ્જ થઈ રહી છે. રસીકરણની પ્રક્રિયામાં રસી મૂકવાની પ્રક્રિયાનું સંચાલન મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એટલે દેશના વિવિધ રાજ્યોમાં ટ્રેનર્સ અને રસીનું સંચાલન કરશે એ લોકોને તાલીમ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કોવિડ-19 રસી મૂકવા માટે અને રસીકરણ અભિયાન શરૂ કરવા આપણી માનવ સંસાધનની ક્ષમતાને મજબૂત કરવા રસીનું સંચાલન અને વ્યવસ્થાપન કરનાર તમામ વિવિધ વર્ગ માટે વિગતવાર તાલીમ મોડ્યુલ્સ બનાવવામાં આવ્યાં છે, જેમાં મેડિકલ ઓફિસર્સ (તબીબી અધિકારીઓ), વેક્સિનેટર્સ, વૈકલ્પિક વેક્સિનેટર્સ, કોલ્ડ ચેઇન સંચાલકો, સુપરવાઇઝરો, ડેટા મેનેજર્સ, આશા સંકલન કાર્યકર્તાઓ અને વિવિધ સ્તરે અમલીકરણ પ્રક્રિયામાં સંકળાયેલા અન્ય તમામ લોકો સામેલ છે. તાલીમમાં રસીકરણના વિવિધ સત્રોનું આયોજન, સંપૂર્ણ રસીકરણ પ્રક્રિયાનું વ્યવસ્થાપન કરવા કો-વિન આઇટી પ્લેટફોર્મનો ઉપયોગ, એચઆર કોલ્ડ ચેઇન તૈયારીની શરૂઆત, મુશ્કેલ સ્થિતિસંજોગોનું વ્યવસ્થાપન, સંચાર અને આંતરક્ષેત્રીય સંકલન, બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન, ઇન્ફેક્શન નિવારણની આચારસંહિતા વગેરે બાબતો સામેલ છે.
ટ્રેનર્સની રાષ્ટ્રીય સ્તરની તાલીમ દરમિયાન 2,360 સહભાગીઓને તાલીમ આપવામાં આવી હતી, જેમાં સ્ટેટ ઇમ્મ્યૂનાઇઝેશન ઓફિસર્સ, કોલ્ડ ચેઇન ઓફિસર્સ, આઇઇસી અધિકારીઓ, ડેવલપમેન્ટ પાર્ટનર્સ વગેરે સામેલ છે. અત્યાર સુધી તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાજ્ય સ્તરની તાલીમ પૂર્ણ થઈ છે, જેમાં 7,000થી વધારે જિલ્લા સ્તરના તાલીમાર્થીઓ સામેલ થયા છે. આ તાલીમ પ્રક્રિયામાંથી લક્ષદ્વીપ સામેલ થયું હતું, જેના માટે ટૂંક સમયમાં (29 ડિસેમ્બર) તાલીમ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. કુલ 681 જિલ્લાઓમાં (49,604 તાલીમાર્થીઓ) કાર્યકારી માર્ગદર્શિકા પર તબીબી અધિકારીઓની તાલીમ પૂર્ણ થઈ છે. રસીકરણ કરનારી ટીમની તાલીમ 17831 તાલુકાઓ/આયોજન એકમોમાંથી 1399માં પૂર્ણ થઈ છે. અન્ય તાલુકાઓમાં ચાલુ છે.
કોવિડ-19 રસીકરણ અને કો-વિન પોર્ટલ સાથે સંબંધિત પ્રશ્રોનું સમાધાન કરવા રાષ્ટ્રીય સ્તરે 1075 અને પ્રાદેશિક સ્તરે 104 હેલ્પલાઇન ઊભી કરવામાં આવી છે, જે તેમના નિયમિત સાથસહકાર ઉપરાંત વિવિધ સમસ્યાઓનું સમાધાન કરવા સજ્જ છે.
કોવિડ-19 રસીકરણનું સંચાલન કરવાની તૈયારીના ભાગરૂપે તેમજ આયોજિત કામગીરીઓની સજ્જતાની આકારણી કરવા ચાર રાજ્યોમાં પ્રાયોગિક યોજનાનો અમલ શરૂ કરવાનું આયોજન થયું છે, જેમાં આંધ્રપ્રદેશ, અસમ, ગુજરાત, પંજાબ સામેલ છે. આ રાજ્યોની પસંદગી ભૌગોલિક સ્થાનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. દરેક રાજ્ય બે જિલ્લામાં યોજનાનો અમલ કરશે અને અલગ-અલગ (પાંચ) પ્રકારના વાતાવરણ, ઉદાહરણ તરીકે જિલ્લા હોસ્પિટલ, સીએચસી/પીએચસી, શહેરી સ્થળ, ખાનગી આરોગ્ય સુવિધા, ગ્રામીણ પહોંચ વગેરેમાં પ્રાયોગિક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ કવાયત કોવિડ-19 રસીકરણ પ્રક્રિયા (રસી સિવાય)ના પરીક્ષણ અને સંપૂર્ણ તૈયારી માટે સક્ષમ બનાવશે તેમજ ફિલ્ડના વાતાવરણમાં કો-વિનના વપરાશની ચકાસણી કરશે, આયોજન, અમલીકરણ તથા વ્યવસ્થાઓ અને પડકારો વચ્ચે જોડાણને સમજશે તેમજ વાસ્તવિક અમલીકરણ અગાઉ માર્ગદર્શન આપશે, જેમાં સંપૂર્ણ આયોજિત પ્રક્રિયામાં જરૂરી હોઈ શકે એવા સુધારાવધારા સામેલ છે. આ વિવિધ સ્તરે પ્રોગ્રામ કાર્યક્રમોનો વ્યવહારિક અનુભવ પણ પ્રદાન કરશે. આ બે દિવસની પ્રાયોગિક કામગીરીનો અમલ 28 અને 29 ડિસેમ્બર, 2020ના રોજ કરવાની યોજના છે. આ પ્રક્રિયામાં કો-વિનમાં જરૂરી ડેટા એન્ટ્રીમાંથી લઈને ટીમના સભ્યોની ફાળવણી, બેઠકમાં પરીક્ષણ કરવામાં આવેલા લાભાર્થીઓ સાથે સેશન સાઇટનું મોક ડ્રિલ (પ્રાયોગિક કવાયત) સામેલ હશે. વળી એમાં કોવિડ-19 રસી માટે કોલ્ડ સ્ટોરેજ અને પરિવહન વ્યવસ્થા માટેનું પરીક્ષણ, યોગ્ય શારીરિક અંતર જાળવીને સેશન સાઇટો પર ભીડનું વ્યવસ્થાપન કરવાની બાબત પણ સામેલ હશે.
પ્રાયોગિક કવાયતમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત રસીકરણ પછી કોઈ પણ સંભવિત મુશ્કેલ સ્થિતિસંજોગો (એઇએફઆઇ)નું વ્યવસ્થાપન બની રહેશે. ઉપરાંત સેશન સાઇટ પર ઇન્ફેક્શન નિયંત્રણની કામગીરીમાં આચારસંહિતાનું પાલન અને વ્યવસ્થાપન તેમજ રોગનાં સંક્રમણનું નિયંત્રણ સામેલ છે. સાથે સાથે એમાં તાલીમ અને જિલ્લા સ્તરે કામગીરી પર નજર રાખવી અને એની સમીક્ષા કરવાની કામગીરી તેમજ રાજ્ય અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સાથે પ્રતિભાવો વહેંચવાની તૈયારી સામેલ હશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિગતવાર જરૂરી બાબતોની યાદી તૈયાર કરી છે અને આ યાદી પ્રાયોગિક કામગીરીમાં ચાર રાજ્યોને માર્ગદર્શન આપવા સુપરત પણ કરી છે.
કોવિડ-19ના રસીકરણના સંચાલન પર રાષ્ટ્રીય નિષ્ણાત જૂથ (એનઇજીવીએસી)એ પ્રાથમિકતા ધરાવતા ત્રણ જૂથોની ભલામણ કરી છે, જેમાં હેલ્થકેર કાર્યકર્તાઓ (એચસીડબલ્યુ) (આશરે 1 કરોડ), મોખરાના કાર્યકર્તાઓ (એફએલડબલ્યુ) (આશરે 2 કરોડ) અને પ્રાથમિકતા ધરાવતું વય જૂથ (આશરે 27 કરોડ) સામેલ છે. રસીઓ તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોવાથી અને એને ચોક્કસ તાપમાને સંગ્રહ કરવાની જરૂરિયાતત હોવાથી હાલની કોલ્ડ ચેઇન સિસ્ટમ સમગ્ર દેશમાં આશરે 28,947 કોલ્ડ ચેઇન પોઇન્ટ પર રસીનો સંગ્રહ કરવા માટે 85,634 ઉપકરણો સામેલ છે, જેનો ઉપયોગ કોલ્ડ ચેઇનના સંચાલન માટે થશે. હાલની કોલ્ડ ચેઇન ક્ષમતા કોવિડ-19 રસીના વધારા જથ્થાનો સંગ્રહ કરવા સક્ષમ છે, જેના થકી પ્રાથમિકતા ધરાવતા જૂથના પ્રથમ 3 કરોડ લોકોને રસી આપવામાં આવશે, જેમાં હેલ્થકેર વર્કર્સ અને મોખરાના કાર્યકર્તાઓ સામેલ છે.-PIB

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button