ગુજરાતસુરત

દેશના ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશનું બહુમાન

ચેમ્બર તથા ટેકસટાઇલના વિવિધ ઔદ્યોગિક સંગઠનો દ્વારા દેશના ટેકસટાઇલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનો આભાર માનવામાં આવ્યો

ટેકસટાઇલ ક્ષેત્રે જીએસટી કર માળખાના નવા પરિપત્રની અમલવારીને સ્થગિત કરવા માટે ટેકસટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના અથાગ પ્રયાસો ફળ્યાં

સુરત: ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા ટેકસટાઇલ ક્ષેત્રે જાહેર કરાયેલા જીએસટી કર માળખાના નવા પરિપત્રની અમલવારીને સ્થગિત કરવા માટે સમગ્ર કાપડ ઉદ્યોગને સહકાર આપી અથાગ પ્રયાસ કરનારા દેશના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશની સોમવાર, તા. ૩ જાન્યુઆરી, ર૦રરના રોજ અઠવાલાઇન્સ સ્થિત સરકીટ હાઉસમાં શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ચેમ્બર તથા ટેકસટાઇલના ઔદ્યોગિક સંગઠનો દ્વારા ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશનું બહુમાન કરવામાં આવ્યું હતું. ટેકસટાઇલ ક્ષેત્રે જાહેર કરાયેલા જીએસટી કર માળખાના નવા પરિપત્રની અમલવારીને સ્થગિત કરવા માટે તેમના દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી તેના માટે ઉપસ્થિત તમામે તેમનો આભાર માન્યો હતો.

ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશની શુભેચ્છા મુલાકાતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આશીષ ગુજરાતી, ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા અને તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયા, ફિઆસ્વીના ચેરમેન ભરત ગાંધી, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશનના પ્રમુખ બ્રિજેશ ગોંડલિયા, ઉધના ગૃપ વિવર્સ એસોસીએશનના પ્રમુખ નિરંજન પટેલ, સચિન પ્રોસેસિંગ એસોસીએશનના મિતુલ મહેતા, રેપિયર લૂમ્સ વિવર્સ એસોસીએશનના પ્રમુખ દીપ પ્રકાશ અગ્રવાલ, સચિન ઇન્ડસ્ટ્રીયલ કો–ઓપરેટીવ સોસાયટીના પૂર્વ મંત્રી મયુર ગોડવાલા, હોજીવાલા એસ્ટેટ વિવિંગ એસોસીએશનના અશ્વિન સોજિત્રા, ફોસ્ટાના ચંપાલાલ બોથરા, લઘુ ભારતી ઉદ્યોગના લક્ષ્મણ ડુંગરાણી, સુરત ટેકસટાઇલ કલબના ભરત વાણાવાલા, સુરત વિસ્કોસ વિવર્સ એસોસીએશનના રજનીભાઇ લાલવાલા, એમ્બ્રોઇડરી મશીન ડીલર્સ એસોસીએશનના સંદીપ દુગ્ગલ, ટેગાસના ભવદીપ નાકરાણી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડના વિમલ બેકાવાલા અને ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button