સુરત
રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે કરશો ? તે અંગે ચેમ્બર દ્વારા સેમિનાર યોજાશે
How to do rainwater harvesting on a rooftop? A seminar will be organized by the chamber
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૪ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે કરશો? તે વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે એસવીએનઆઇટીના પ્રોફેસર એસ.એમ.
યાદવ દ્વારા ઉદ્યોગ સાહસિકોને રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ શું છે? અને તે કેવી રીતે કરી શકાય છે ? તેના વિશે મહત્વનું માર્ગદર્શન આપશે.
ઉપરોકત સેમિનારમાં હાજર રહેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3H2fMn6 ઉપર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.