દક્ષિણ ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

જન મન અભિયાન અંતર્ગત વલસાડના ધોબી તળાવ સ્લમ વિસ્તારમાં મેડીકલ કેમ્પો યોજાયો

વલસાડઃ વલસાડ જિલ્લા વહીવટીતંત્રના નવા અભિગમ એવા જન મન અભિયાન અંતર્ગત દર બુધવારે જિલ્લાના સ્લમ વિસ્તારમાં સાંજના ૬-૦૦ થી ૮-૦૦ દરમિયાન મેડીકલ કેમ્પન યોજવાના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલની દીર્ઘ દ્રષ્ટિભ સ્વ રૂપ નવું અભિયાન વલસાડના ધોબી તળાવ ખાતેથી શરૂ કરવામાં આવ્યુંલ હતું.

આ અવસરે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે જણાવ્યુંત હતું કે, સમાજ અને સરકાર સાથે બેસીને કામ કરે તો પરિણામ ચોકકસ મળે છે. તેમણે મેડીકલ કેમ્પસનો ઉદ્દેશ સમજાવતાં જણાવ્યું હતું કે, જિલ્લાના ઝુંપડપટ્ટી, સ્લમમ વિસ્તાસરોમાં આરોગ્યોની ટીમ પહોંચીને સરકાર તમારે આંગણે પહોંચી હોવાનો અહેસાસ કરાવવાનો છે. બાળક, માતા કે અન્ય, લોકોની આરોગ્યટલક્ષી મુશ્કેુલીઓ દુર કરવાનો છે. કોઇ પણ મહિલા સગર્ભા અવસ્થાામાં મૃત્યુબ પામે તેમજ સારવારના અભાવે બાળ મૃત્યુર થાય તે ઇચ્છ નીય નથી. આપણાં બાળકો કુપાષિત રહી ન જાય તેની જવાબદારી આપણી છે. તેમણે સૌને સરકારની દરેક યોજનાનો લાભ લેવા તેમજ કોઇ પણ બાળક રસીકરણ વિના રહી ન જાય તેની કાળજી રાખવાની સાથે સગર્ભા બહેનોને મેડીકલ સારવાર નિયમિતપણે કરાવવા પણ જણાવ્યું હતું.

આ અવસરે મુખ્યવ જિલ્લા આરોગ્યે અધિકારીશ્રી અનિલ પટેલે સ્વામગત પ્રવચનમાં સૌને આવકારી આરોગ્ય વિભાગની વિવિધ યોજનાની જાણકારી આપી હતી.
આ અવસરે પોગ્રામ ઓફિસર જયોત્સ.નાબેન પટેલ અને તાલુકા હેલ્થટ ઓફિસર કમલભાઇએ રાજ્યં સરકારની યોજનાકીય માહિતીથી સૌને અવગત કર્યા હતા.
આ અવસરે જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર આપવામાં આવી હતી. આ અવસરે આરોગ્યલની ટીમ, સ્થારનિક કોર્પોરટર સહિત શહેરીજનો ઉપસ્થિલત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button