સુરત

ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે  પર્યાવરણ ની જાળવણી માટે રેલી કાઢી અને 1,11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો

સુરત:  આઝાદી ના અમૃત મહોત્સવ અંતગર્ત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ના અવસરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના આહવાન “મેરી માટી, મેરા દેશ” અંતગર્ત 164 ઉધના વિધાનસભા ના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ એ પર્યાવરણ ની જાળવણી અને વધતાજતા પ્રદૂષણ ને અટકાવવા 1,11,111 વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો અને સૌ કાર્યકર્તા મિત્રો અને આગેવાનો પાસે લેવડાવ્યો. અને સાથે રોપા વિતરણ અને વૃક્ષારોપણ કરી સંકલ્પ ની શરૂઆત કરી હતી. જે સંકલ્પ ના અનુસાર તેઓ તેમના 5 વર્ષ ની ટર્મ માં 1,11,111 વૃક્ષો વાવસે અને બીજાને પ્રેરિત કરશે. 

સ્વતંત્રતા દિવસ નિમિત્તે આપણા વીર જવાનો કે જેઓ દેશ ની સુરક્ષા કરે  છે અને આપણા દેશને સુરક્ષિત રાખવા પોતાના પ્રાણોની આહુતિ આપનાર સૌ વીરો જવાનોને વંદન કરી અને તેમણે તેમના વિસ્તાર માં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા કરી અને સાથે સાથે જાહેર જનતાને  તિરંગા નું વિતરણ કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button