હેલ્થ એન્ડ બ્યૂટી

કોવિડ-19 દરમિયાન હોસ્પિટલોની મુલાકાત લેવાના ડર વચ્ચે સ્થૂળતા અને સહ-બીમારીઓની અવગણના નહીં કરી શકાય

હાલના સમયમાં યુનાઈટેડ નેશન્સ તરફથી અહેવાલો (1) સૂચવે છે કે ભારતમાં સ્થૂળતામાં વધારો થઈ રહ્યો છે. સંશોધકોએ અગાઉ દાવો કર્યો છે કે ડાયાબીટીસ અને સ્થૂળતા અથવા અન્ય અંતર્ગત તબીબી સ્થિતિઓ સાથેના વૃદ્ધજનોને કોવિડ-19નું સંક્રમણ લાગુ થવાનું વધુ જોખમ ઊભું કરે છે. આને કારણે લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડી શકે અને મરણાધીનતાનું પણ ઉચ્ચ જોખમ હોય છે. ભારત ચીન અને યુએસ પછી સૌથી સ્થૂળ દેશોમાં ત્રીજું સ્થાન ધરાવે છે, જ્યાં આ બીમારીથી પીડાતા 135 મિલિયનથી વધુ લોકો છે. મહામારીએ કોરોનાવાઈરસ સંબંધી ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે તીવ્ર સ્થૂળતા અને અન્ય સહ-બીમારીઓની અવગણના નહીં કરી શકાય. આ સાથે ડર એવો છે કે હોસ્પિટલોની મુલાકાત લેવાથી લોકો સ્થૂળતા અને અન્ય બીમારીઓમાંથી ઉદભવતી ગૂંચની અવગણના કરે છે.

 

સ્થૂળતા અને ટાઈપ 2 ડાયાબીટીસ માટે તમારું બીએમઆઈ અને ઉપચારના વિકલ્પો જાણો

 

સ્થૂળતા બહુપરિમાણીય રોગ છે, જે વંશગત, હોર્મોનલ અને ઉપાપચય સ્થિતિઓ દ્વારા ઊથલો મારે છે. તે ફક્ત જીવનશૈલીમાં બદલાવ લાવીને ઉપચાર નહીં કરી શકાય. ભારતના અગ્રણી સ્થૂળતા સર્જન અને મેટાબોલિક સર્જરીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાત ડો. મોહિત ભંડારી સમજાવે છે કે બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) આપણા દેશમાં સ્થૂળતાને ધ્યાનમાં લેતાં 32.5થી વધુ છે અને તેથી તે નિષ્ણાત તબીબના ધ્યાનમાં લાવવાનું જરૂરી બની જાય છે.

 

બેરિયાટ્રિક સર્જરી જેમનું બીએમઆઈ > 40 હોય તેવા દર્દીઓ માટે સૌથી વૈજ્ઞાનિક સિદ્ધ અસરકારક ઉપચારમાંથી એક છે. અને ટાઈપ 2 ડાયાબીટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર રોગો, હાઈપરટેન્શન વગેરે જેવી સહ-બીમારીઓ સાથેના દર્દીઓના કિસ્સામાં તે > 35 છે. જીવનશૈલીમાં સુધારણા અને આહારની પરેજીથી પણ કોઈ પ્રભાવ નથી પડ્યો તેવી સ્થૂળ વ્યક્તિઓમાં બેરિયાટ્રિક સર્જરી કામ કરી ગઈ હોવાનું સિદ્ધ થયું છે.

 

સંશોધન દર્શાવે છે કે ભારતીયો ડાયાબીટીસ પ્રત્યે ઉચ્ચ ઈન્સુલિન પ્રતિરોધકતા અને મજબૂત પૂર્વ-ઝોક ધરાવે છે, એમ ડો. ભંડારી જણાવે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભારત અને ખાસ કરીને એશિયામાં ટાઈપ 2 ડાયાબીટીસના ઉચ્ચ કિસ્સા છે અને તેનાં મુખ્ય ગુણલક્ષણો નીચા બીએમઆઈ સાથે ઉદભને છે. ટાઈપ 2 ડાયાબીટીસ મોટે ભાગે સ્થૂળતા, ખાસ કરીને, કેન્દ્રીય સ્થૂળતા સાથે ઉદભવે છે અને શારીરિક રીતે અસક્રિય અને વધુ પડતી કેલરી કે ઉચ્ચ ફેટ અને ઉચ્ચ શુગરના આહારોના સેવનથી વધુ વિસેરલ ચરબી પેદા થાય છે. જો ભારતીયોમાં તેનો સમયસર ઉપચાર નહીં કરવામાં આવે તો સ્થિતિ કથળી શકે છે. મેટાબોલિક સર્જરી સ્લીપ એપ્નિયા, હાઈપરટેન્શન અને બ્લોડ લિપિડ વિકારો જેવાં મેટાબોલિક લક્ષણોનાં અન્ય ઘટકોનો પણ ઉપચાર કરે છે, એમ ડો. ભંડારીએ ઉમેર્યું હતું.

 

આથી બીએમઆઈ સપાટી તપાસવાનું અને સમયસર નિષ્ણાત પાસેથી સ્થૂળતાનો ઉપચાર લેવાનું આવશ્યક છે, એમ ડો. ભંડારીએ ઉમેર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button