ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

સેન્ટ-ગોબેન જાયેપ્રોક અને ગુજરાત સરકારે સુરતની હોસ્પિટલને કોવિડ-19 એકમમાં ફેરવવા માટે હાથ મેળવ્યા

 


Logo Credit : https://www.gyproc.in/

Saint Gobain Gyproc’s recent project in Surat

સુરત, ગુજરાત : છેલ્લાં 30 વર્ષથી બાંધકામ અવકાશ નિર્માણ કરવામાં બજારમાં આગેવાન સેન્ટ-ગોબેન ઈન્ડિયા પ્રા. લિ.- જાયેપ્રોક સુરતના મજૂરા ગેટમાં મોજૂદ હોસ્પિટલ સંકુલને સુરત અને દક્ષિણ ગુજરાત પ્રદેશ માટે આરોગ્ય સંભાળ માળખાકીય સુવિધાની આવશ્યકતાઓને સંતોષવા માટે કોવિડ-19 એકમમાં ફેરવવાની પહેલમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. ગુજરાત સરકારે તાજેતરમાં કેસમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં લેતાં ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં ડબ્લ્યુએચઓની માર્ગદર્શિકાઓને પહોંચી વળતાં કોવિડ-19 એકમો ઊભાં કરવા કરેલા ઠરાવના ભાગરૂપ છે.

સુરતમાં દરેક દર્દી માટે પૂરતી જગ્યા પ્રદાન કરવા માટે દરેક જગ્યા સાથે આ એકમ ઊભું કરવા માટે વધુ વોર્ડસ, સેનિટેશન જગ્યાઓ, પેન્ટ્રી અને મહત્ત્વપૂર્ણ ઝોન સ્થાપવા માટે વિભાજિત વિભાગો નિર્માણ કરવા માટે 52000 ચોરસફૂટની દીવાલની પાર્ટિશનોનું નિર્માણ કરવાનું આવશ્યક હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તન લાવવાના અનુભવ અને ટેકનોલોજીમાં નિપુણતા સાથે જાયેપ્રોક પ્રોજેક્ટ સંબંધી અન્ય એજન્સીઓ સાથે ડિઝાઈન સપોર્ટ, મટીરિયલ મુવમેન્ટ, ઈન્સ્ટોલેશન સિક્વન્સ, કાર્યબળ નિયોજન, ઓન-સાઈટ દેખરેખ અને સમન્વય પૂરાં પાડવા માટે પ્રોજેક્ટની આગેવાની કરી હતી. 6 જુલાઈ, 2020માં આ વિશાળ પ્રોજેક્ટની પહેલ શરૂ કરવામાં આવી, જે ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં પૂર્ણ કરાયો, જેને લઈ ભારતમાં નોંધાયેલા સૌથી ઝડપી નિર્માણમાંથી એક બન્યો છે. સફળ પરિવર્તન જિપ્સમ પ્લાસ્ટરબોર્ડસ આધારિત ડ્રાયવોલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શક્ય બન્યું હતું, જેથી કાર્યની ઝડપી અમલબજાવણી કરી શકાઈ હતી.

સુરત હોસ્પિટલ માટે મુખ્ય કન્સલ્ટન્ટ શ્રી સર્જન ટેકનોલોજીઝ પ્રા. લિ.ના એમડી અને સીઈઓ શ્રી કમલ પારેખે જણાવ્યું હતું કે પ્રોજેક્ટની કન્સલ્ટન્ટ તરીકે અમે બે મુખ્ય પડકારોનો સામનો કર્યો હતો. પ્રથમ, શક્ય ટૂંકા સમયમાં સંકલ્પના ઘડી કાઢવી અને પ્રોજેક્ટ પ્રદાન કરવો, જેથી ક્યોરિંગ માટે ચોક્કસ સમય લેતા પારંપરિક સલાટકામનો ઉપયોગ કરાયો નહોતો. બીજો મોટો પડકાર મોટા ભાગના શ્રમિકો રાજ્ય છોડીને ગયા હોવાથી આઠ માળ પૂર્ણ કરવા માટે શ્રણિકોની અછત હતી. આજે ડ્રાયવોલ ટેકનોલોજીને લીધે અમે સુરત અને દક્ષિણ ગુજરાત માટે 17 દિવસમાં 600 બેડની હોસ્પિટલ આપી શક્યા છીએ. આ નિવારણ સાથે સરકાર અને ખાનગી આરોગ્ય સંભાળ સંસ્થાઓ તેની સંભાવનાઓ, ખાસ કરીને અગ્નિ પ્રતિરોધકતા, લવચીકતા અને કાર્યક્ષમતાના લાભ લઈ શકે છે અને ઝડપથી અને ઉત્કૃષ્ટ આરોગ્ય સંભાળ એકમો સ્થાપિત કરી શકે છે.

પ્રોજેક્ટ પ્રદાન કરવાની દષ્ટિથી પીએસપી કન્સ્ટ્રકશન્સ લિ.ના પ્રોજેક્ટ્સના આસિસ્ટન્ટ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં અંતિમરેખાને પહોંચી વળવાની આવશ્યકતાને લીધે નિર્માણની ઝડપને ધ્યાનમાં લેતાં અમારા બધા માટે આ બહુ મુશ્કેલ કામ હતું. ઝડપી પ્રતિસાદ સમય, તુરંત મટીરિયલની ઉપલબ્ધતા, ઓન-સાઈટ માર્ગદર્શન સાથે વિશ્વસનીયતા અને અનુભવ જિપ્રોકની પસંદગી કરવા અમારે માટે મુખ્ય માપદંડમાંથી એક હતો અને તેની ડ્રાયવોલ ઓફરે ઝડપી નિર્માણમાં સહાય કરી છે.

આ સહયોગ વિશે બોલતાં જિપ્રોક ઈન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુદીપ કોલતેએ જણાવ્યું હતું કે મહત્ત્વપૂર્ણ જાહેર આરોગ્ય સ્થિતિમાં યોગદાન આપતી પહેલનો હિસ્સો બનવાની અમને બેહદ ખુશી છે. આમૂલ પરિવર્તન દેખીતી રીતે જ સમયની જરૂર છે. જોકે ભાવિ તૈયાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખાતરી રાખવા માટે આ નિવારણ લાંબે ગાળે અસરકારક સક્ષમતા માટે એક પગલું આગળ છે. આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જિપ્સમ આધારિત ડ્રાયવોલ્સ જેવી હરિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાવીન્યપૂર્ણ ડિઝાઈનો પ્રદાન કરવા માટે અજોડ દાખલો છે અને હોસ્પિટલની પાર પણ સુસંગત છે.

દાખલા તરીકે, જિપ્સમ આધારિત ડ્રાયવોલ ટેકનોલોજીએ ખાનગી આરોગ્ય સંભાળ ખેલાડીઓમાં વ્યાપક સ્વીકાર પ્રાપ્ત કર્યો છે. 25થી વધુ ખાનગી આરોગ્ય સંભાળ શૃંખલાઓએ તેમના એક અથવા વધુ પ્રોજેક્ટમાં ડ્રાયવોલ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. દેશભરમાં પ્રધાન મંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ના ભાગરૂપ દેશભમાં સેંકડો સુપર- સ્પેશિયાલ્ટી હોસ્પિટલો અને નવા એઈમ્સ કેમ્પસો સાથે ડ્રાયવોલ જેવી નિર્માણ ટેકનોલોજીઓ સમુદાયોને વધુ પહોંચક્ષમ આવાં એકમો બનાવવામાં મદદ થશે. ઉપરાંત ભારત સરકારે મહામારી સંબંધી જરૂરતોના પ્રતિસાદમાં 2020માં બજેટના ભાગરૂપે વધારાનું ફન્ડિંગ, નવી સુધારણાઓ અને વધુ આરોગ્ય સંભાળની લક્ષ્યની પહેલોની ઘોષણા કરી છે.

આ પ્રોજેક્ટની અસરકારકતા આરોગ્ય સંભાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ઉપલબ્ધતાને પડકારવાનું ચાલુ રાખવા માટે વધતા કિસ્સા છે તેવા વધુ પ્રદેશોમાં આ મોડેલનો અમલકરવાનું ઘણી બધી અન્ય સરકારોને વિચાર કરવા માટે પ્રેરિત કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button