સુરત

SGCCI દ્વારા ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)’ વિશે અવેરનેસ વેબિનારનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા  એપના માધ્યમથી ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)’ વિશે અવેરનેસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરતના રિજીયોનલ પી એફ કમિશનર– ૧ અજીત કુમાર અને વકતા તરીકે સુરતના રિજીયોનલ પી એફ કમિશનર– ર શશાંક રાઇઝાદાએ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના વિશે ઉદ્યોગકારોને મહત્વની માહિતી આપી હતી.

અજીત કુમારે જણાવ્યું હતું કે, ભારત સરકારે આત્મનિર્ભર ભારત પેકેજ ૩.૦ હેઠળ કોવિડ– ૧૯ મહામારીમાંથી ફરી બેઠા થવાના તબક્કા દરમિયાન સંગઠિત ક્ષેત્રમાં રોજગાર વધારવા અને નવા રોજગારની તકોના સર્જનને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય) બહાર પાડવામાં આવી છે. ભારત સરકાર ૧લી ઓકટોબર ર૦ર૦ના રોજથી ૩૦મી જૂન ર૦ર૧ના રોજ સુધીના સમયગાળામાં નવા કર્મચારીઓને નોકરીએ રાખવા માટે બે વર્ષ માટે સબસિડી આપશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત સરકાર બે વર્ષ માટે એક હજાર કર્મચારીઓ સુધીનો રોજગાર આપતા એકમમાં નવા કર્મચારીઓના એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ પેટે કર્મચારીઓનો ૧ર ટકાનો ફાળો તેમજ નોકરીદાતાનો ૧ર ટકાનો ફાળો એમ બંને, એટલે કે પ્રોવિડન્ટ ફંડ પેટે ર૪ ટકા વેતન ચૂકવશે. એક હજાર કર્મચારીઓથી વધુ સંખ્યા ધરાવતા એકમમાં નવા કર્મચારીઓને રોજગાર આપવામાં આવશે તો ભારત સરકાર બે વર્ષ સુધી એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડમાંનો ફક્ત કર્મચારીનો ૧ર ટકાનો હિસ્સો ચૂકવશે.

શશાંક રાઇઝાદાએ જણાવ્યું હતું કે, દર મહિને રૂપિયા ૧પ હજારથી ઓછું વેતન મેળવતો કર્મચારી કે જે ૧લી ઓકટોબર ર૦ર૦ના રોજ અગાઉ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ) સાથે નોંધણી ધરાવતા કોઈ એકમ (કંપની) સાથે કામ કરતો ન હોય અને તે ૧લી ઓકટોબર ર૦ર૦ના રોજ પહેલા યુનિવર્સલ એકાઉન્ટ નંબર કે ઈપીએફ મેમ્બર એકાઉન્ટ નંબર ધરાવતો ન હોય તે લાભ મેળવવાને પાત્ર રહેશે નહીં. કોઈપણ ઈપીએફ સભ્ય, જે યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ધરાવતા હોય અને માસિક રૂપિયા ૧પ હજારથી ઓછું વેતન મેળવતા હોય અને જો તે ૧લી માર્ચ ર૦ર૦થી ૩૦મી સપ્ટેમ્બર ર૦ર૦ સુધીમાં કોવિડ મહામારી દરમિયાન રોજગારમાંથી મુક્ત થયા હોય અને ૩૦મી સપ્ટેમ્બર ર૦ર૦ સુધીમાં કોઈપણ ઈપીએફનું આવરણ આપતી કંપની સાથે રોજગાર માટે જોડાયેલા ન હોય, તેઓ પણ આ લાભ મેળવી શકશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એબીઆરવાય હેઠળ લાભ લેનાર ઈપીએફઓ દ્વારા અમલી અન્ય કોઈપણ યોજનાનો લાભ લઇ શકશે નહીં. ઈપીએફઓ યોગદાનની રકમ ઈલેક્‌ટ્રોનિક પદ્ધતિએ સભ્યોના આધાર સાથે જોડાયેલા ખાતામાં જમા કરશે. તેમણે કહયું કે, આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની માહિતી મેળવવા માટે ૯૪૯૯૬૬૧પ૦૦ નંબર ઉપર અને સામાન્ય માહિતી મેળવવા માટે ૯૪૮૪પ૩૦પ૦૦ નંબર ઉપર વોટ્‌સએપ કરવાનું રહેશે.

ચેમ્બરની લેબર લો કમિટીના ચેરમેન સોહેલ સવાણીએ સમગ્ર વેબિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરની ટેકસટાઇલ પ્રોસેસિંગ કમિટીના સલાહકાર તેમજ સાઉથ ગુજરાત ટેકસટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના પ્રમુખ જિતેન્દ્ર વખારીયાએ પણ વેબિનારમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના વિશે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button