સુરત

સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા ખાતે આવેલા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે તા. ૮, ૯ અને ૧૦ જાન્યુઆરી, ર૦રર દરમ્યાન ત્રિ–દિવસીય એકઝીબીશન ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ચેમ્બર દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’શ્રેણીનું આ છઠ્ઠું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી આ પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેકસટાઈલ ઉદ્યોગને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેેકસટાઈલ ઉદ્યોગને મળશે. ‘સીટેક્ષ– ર૦રર’એ ખરેખર આત્મનિર્ભર ભારતની દિશામાં એક મહત્વનું કદમ બની રહેશે, જે ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

આ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાઇડીંગ મશીનરી તથા એસેસરીઝ, ટેક્ષ્ટાઇલ એન્જીનિયરીંગ, ટેકનીકલ ટેક્ષ્ટાઇલ સંબંધીત મશીનરી અને એસેસરીઝ, યાર્ન અને ફેબ્રિકસ જેવા તમામ સેકટર્સને આવરી લેવામાં આવ્યા છે. આથી જ અમને તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બોડોલેન્ડ ટેરીટોરીયલ રિજીયોન– આસામના ચીફ એકઝીકયુટીવ મેમ્બર પ્રમોદ બોરો સુરતની મુલાકાતે આવી રહયાં છે. તેમના દ્વારા સીટેક્ષ એકઝીબીશનમાં હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ મીશનને ખૂલ્લું મુકવાની જાહેરાત કરવામાં આવશે.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ સાથે ભારતમાં બનેલી અદ્યતન ટેકસટાઇલ મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

– ૩ પન્ના સાથેનું 400 RPM સ્પીડ ધરાવતું ડબલ બીમ રેપીયર મશીન

– 5376 hooks ધરાવતું જમ્બો ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન – મેક ઇન ઇન્ડિયા

– દરરોજ ૯૦૦૦ મીટરનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટર

– હાઇ સ્પીડ એરજેટ મશીન

– દરરોજ ર૦૦૦ મીટરથી વધુનું ઉત્પાદન કરનાર હાઇ સ્પીડ પોઝીશન પ્રિન્ટર

– નેરો ફેબ્રિકસ મશીન

– ડાયરેકટ ટુ ફેબ્રિક – ડિજીટલ પ્રિન્ટીંગ મશીન – કોસ્ટ ઇફેકટીવ મોડલ – મેક ઇન ઇન્ડિયા

– હાઇ સ્પીડ સબલિમેશન પ્રિન્ટીંગ મશીન

– કાર્ટુન પર ઇલાસ્ટીક ટેપ પેક કરવા માટે ફેસ્ટુનીંગ મશીન

– ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મટિરિયલ્સ હેન્ડલ કરવા માટે અદ્યતન ટ્રોલી

– હાઇસ્પીડ રેપીયર મશીન

‘સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– સીટેક્ષ ર૦રર’નો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૮ જાન્યુઆરી, ર૦રરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તથા ઉદ્‌ઘાટક તરીકે ઉપસ્થિત રહેનાર ભારતના ટેકસટાઇલ એન્ડ રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના વરદ્‌ હસ્તે એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી. આર. પાટીલ સ્પેશિયલ ગેસ્ટ તરીકે સ્થાન શોભાવશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે Bodoland Teritorial Council, Bodofa nagar, Kokrajhar, ASSAM ના ચીફ એકઝીકયુટીવ મેમ્બર પ્રમોદ બોરો, (ઈન્ડોનેશિયા – બાંગ્લાદેશ – શ્રીલંકા અને નેપાલ) ITEMA ગૃપના જનરલ મેનેજર – સેલ્સ હેડ સમીર કુલકર્ણી અને Staubli India Pvt Ltd ના મેનેજિંગ ડાયરેકટર સુરજિત મહાજન ખાસ ઉપસ્થિત રહેશે.

સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ૧૦,પ૦૦ ચોરસ મીટરમાં પ્રદર્શન યોજાશે. પીલરલેસ એસી હોલમાં ૭પથી વધુ સ્ટોલોમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝ ખૂબજ લાંબા સમય પછી પ્રત્યક્ષરૂપે પ્રદર્શિત કરવામાં આવશે.

સુરતમાં સૌપ્રથમ વખત આ એકઝીબીશનમાં યુરોપિયન મશીન મેન્યુફેકચરર્સ જેવી કે Staubli India Pvt Ltd – ITEMA પોતાના ટેકસટાઇલ મશીનરીનું પ્રદર્શન કરવા જઇ રહી છે. 5376 hooks ધરાવતું હાઇ સ્પીડ રેપીયર વીથ જેકાર્ડઓટોમેટીક નોટીંગ મશીનઓટોમેટીક ડ્રોઇંગ મશીન અને હાઇ સ્પીડ એરજેટ મશીન પ્રદર્શિત કરવામાં આવનાર છે. આ કંપની ર૮ હજાર હુક સુધીનું જેકાર્ડ મશીન મેન્યુફેકચરીંગ કરે છે.

કોરાના કાળ પછી ગુજરાત રાજ્યમાં સુરત ખાતે બીજી વખત યોજાઈ રહેલા ‘સીટેક્ષ– રર’દરમ્યાન કેન્દ્ર તેમજ ગુજરાત રાજ્યની સરકારોની કોવિડ– ૧૯ની ગાઈડલાઈનનો ચૂસ્તપણે અમલ કરવામાં આવશે. એના માટે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રદર્શન દરમ્યાન માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત રહેશે. મુલાકાતી દ્વારા રજીસ્ટ્રેશનની બિનજરૂરી ભીડ ન થાય અને કોવિડ– ૧૯ની ગાઈડલાઈનનું પાલન થાય એવા મુદ્દાને ધ્યાનમાં રાખીને એકઝીબીશનમાં પ્રવેશ મેળવવા માટે એડવાન્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તથા સ્થળ પર પણ ઓનલાઇન વિઝીટર્સ રજિસ્ટ્રેશનની સુવિધા રાખી છે. આ એકઝીબીશનમાં ફકત બીટુબીને જ પ્રવેશ આપવામાં આવશે, જે એક મહત્વનું પાસુ છે.

આ પ્રદર્શનના આયોજનમાં ચેમ્બરને સુરત મહાનગરપાલિકા, સિગ્નેચર, અલીધરા, કલરજેટ, ડાયનેમિક લૂમ્સનો સહયોગ પ્રાપ્ત થયો છે. જ્યારે મોટી સંખ્યામાં સુરતના ટેકસટાઇલ એસોસીએશનો જેવા કે ફિઆસ્વી, ફોગવા, ફોસ્ટા, સાસ્કમા, સાસ્મી, પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ કો. – ઓપ. ફેડરેશન, લિ. સુરત, ધી સાઉથ ગુજરાત યાર્ન ડીલર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત ટેકચ્યુરાઇઝર્સ વેલ્ફેર એસોસીએશન, કીમ–પીપોદરા વિવર્સ એસોસીએશન, માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલ્ફેર એસોસીએશન, ધી સુરત ટેકસટાઇલ કલબ,સૌરાષ્ટ્ર ટેક્ષ્ટાઇલ ટ્રેડર્સ એસોસીએશન, સાઉથ ગુજરાત વોર્પ નીટર્સ એસોસીએશન, સુરત નેરો ફેબ્રિક એસોસીએશન, સુરત મર્કન્ટાઇલ એસોસીએશન, શટલલેસ વિવર્સ એસોસીએશન, સુરત ઓટોલૂમ્સ વિવર્સ એસોસીએશન, ધી ઉધના ઉદ્યોગનગર સહકારી સંઘ લિમિટેડ, સકર્યુલર નીટર્સ એસોસીએશન, સુરત એમ્બ્રોઇડરી એસોસીએશન, યુનિટી ફોર પ્રોસ્પેરિટી, ધી સુરત યાર્ન બ્રોકર્સ એસોસીએશન, ઇ.વાય. મેરીયોટ સુરત અને માય વેલ્યુ ટ્રીપ ડોટ કોમે એકઝીબીશનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button