ગુજરાતસુરત

ગુજરાતમાં સૌથી નાની ઉમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌપ્રથમ ઘટના

ગુજરાતમાં સૌપ્રથમ વખત એક પત્રકાર દ્વારા પોતાના વ્હાલસોયા-લાડકવાયા અઢી વર્ષના બ્રેઈનડેડ પુત્રના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌપ્રથમ ઘટના.

ગુજરાતમાં સૌથી નાની ઉમરના બાળકનું હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓના દાન કરાવવાની સૌપ્રથમ ઘટના.

શ્રીમાળી બ્રાહ્મણ (રાજસ્થાન) સમાજના બ્રેઈનડેડ જશ સંજીવ ઓઝાના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું પરિવારે દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ત્રીસમા હ્રદય અને ફેફસાંના દાનની પાંચમી ઘટના.

સુરતની અમૃતા હોસ્પિટલથી ચેન્નાઈની એમ.જી.એમ. હોસ્પિટલ સુધીનું ૧૬૧૫ કિ.મીનું અંતર ૧૬૦ મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ રશિયાના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં તેમજ ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના રહેવાસી ૪ વર્ષીય બાળકમાં ડૉ.બાલા ક્રિષ્નન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

સુરતના બાળકનું હૃદય રશિયામાં ધબકશે અને ફેફસાં યુક્રેનમાં શ્વાસ ભરશે.

સુરતની અમૃતા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૧૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની પૈકી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરેન્દ્રનગરની રહેવાસી ૧૩ વર્ષીય બાળકીમાં અને બીજી કિડની સુરતની રહેવાસી ૧૭ વર્ષીય બાળકીમાં જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરની રહેવાસી ૨ વર્ષીય બાળકીમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે અમૃતા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે અમૃતા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના ૨૬૫ કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

કોવિડ૧૯ ની મહામારી દરમિયાન આખા દેશમાં અંગદાનની પ્રવૃત્તિમાં ખુબજ ઘટાડો થયો છે, ત્યારે સુરતથી ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમિયાન ૪ હૃદય, ૬ ફેફસા, ૧૪ કિડની, ૭ લિવર, ૧ પેન્ક્રીયાસ અને ૧૨ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૩ કિડની, ૧૫૨ લીવર, ૮ પેન્ક્રીઆસ, ૩૦ હૃદય, ૧૦ ફેફસાં અને ૨૭૬ ચક્ષુઓ કુલ ૮૪૯ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૮૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
અંગદાન…જીવનદાન…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button