બિઝનેસ

હેવમોરની આકર્ષક ઓફરો સાથે તમારી દિવાળીની ઉજવણીને બમણી કરો

Double your celebration this Diwali with Havmor’s exciting offers
Image Credit : Havmor Ice Cream

44 વર્ષ જૂની પરંપરા ચાલુ રાખતાં આ ધનતેરસ પર હેવમોર એનિવર્સરી તરીકે પણ મનાવતી હોવાથી તેના ગ્રાહકો માટે વિશેષ ઓફર રજૂ કરવામાં આવી 

તહેવારની ખુશી સાથે સુમેળ સાધતાં અને પોતાની 44મી એનિવર્સરીની ઉજવણી કરવા ભારતની ફેવરીટ આઇસક્રીમ બ્રાન્ડ હેવમોર દ્વારા તેના મહેમાનો માટે આકર્ષક ઓફરોની ઘોષણા કરવામાં આવી છે. આઇસક્રીમ પ્રેમીઓ રાજભોગ આઇસક્રીમનું એક લિટરનું ફેમિલી પેક અને રૂ. 299 મૂલ્યના ત્રણ ખાસ વરમોરા કન્ટેઇનરો શકે છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર ધનતેરસના પાવન અવસરે અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટમાં ઉપલબ્ધ કરાશે.

Double your celebration this Diwali with Havmor’s exciting offers

આ યાદગાર અવસર અને 44 વર્ષ જૂની પરંપરાને યાદ કરતાં હેવમોર આઇસક્રીમ્સના એમડી શ્રી અનિંદ્ય દત્તાએ જણાવ્યું હતું કે દિવાળી અમારે માટે ખુશી બમણી કરે છે, કારણ કે અમે આ તહેવાર સાથે અમારી એનિવર્સરીની પણ ઉજવણી કરીએ છીએ. આ તહેવારના સમયગાળામાં દુનિયા નવી આશા અને ખુશી સાથે આગળ વધી રહી છે ત્યારે અમે અમુક પરંપરાઓ આલેખિત અને ઉજવણી કરવા માગીએ છીએ, જેણે લગભગ ચાર દાયકાથી ગુજરાતવાસીઓને ભરપૂર ખુશી આપી છે. વર્ષ દર વર્ષ બ્રાન્ડના પ્રેમીઓ વિશેષ કન્ટેઇનરો સાથેની તેમની ફેવરીટ પ્રોડક્ટો સ્ટોક-અપ કરવા માટે અમારા સ્ટોર્સમાં ઊમટી પડતાં જોવાનું બહુ જ હૃદયસ્પર્શી છે. અમે આ પરંપરા ચાલુ રાખવા અને આગામી વર્ષોમાં તેને વધુ રોમાંચક બનાવવા માગીએ છીએ.

1 લાખ કન્ટેઇનરો રાખવામાં આવ્યા છે, જેથી તમારી ફેવરીટ આઇસક્રીમ બ્રાન્ડ સાથે આ ધનતેરસની ખુશી મહત્તમ બનાવો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button