ટુર અને ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા 6 સભ્યોએ 36 દિવસમાં ભારત ભ્રમણ પૂર્ણ કર્યું
સુરત : ડોમેસ્ટિક ટુરિઝમ ને પ્રમોટ કરવા માટે સુરતના ચાર સહિત છ સભ્યોના ગૃપ ભારત ભ્રમણ પર નીકળ્યું હતું જે આજે સુરત પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. યાત્રાની શરૂઆત કરી છે.
સુરતની નેટવર્ક ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીના સંચાલક રાજીવ શાહએ(૫૬) જણાવ્યું હતું કે કોરોનાની વિપરીત અસરથી કોઈ પણ ક્ષેત્ર બચી શક્યું નથી, ત્યારે ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્ર પણ મોટી અસર થઈ છે. હવે જ્યારે તબક્કા વાર અનલૉક આગળ વધી રહ્યું છે અને બધુજ ધબકતું થયું છે ત્યારે પ્રવાસનને પણ વેગ મળે તે જરૂરી છે. હાલના સંજોગોમાં વિદેશ પ્રવાસ જ્યારે શક્ય નથી, ત્યારે સુરત અને ગુજરાતની લોકોને વોકલ ફોર લોકલના સંદેશ સાથે ડોમેસ્ટિક ટુરિઝમ તરફ આકર્ષિત કરવા માટે તેઓ દ્વારા 36 દિવસની અને 18000 કિમીની રોડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રોડ ટ્રીપમાં રાજીવ શાહ સાથે સુરતથી રિતેશ પારેખ (૪૫), સંજય પટેલ (૪૫) અને નીતિન ગુપ્તા (૩૭) તેમજ મુંબઈ થી પવન દુબે (૩૮) અને અમદાવાદથી થોમસ કોશી (૪૮) જોડાયા હતા.
વધુમાં માહિતી આપતા રાજીવ શાહે જણાવ્યું હતું કે 18મી સપ્ટેમ્બરના રોજ થી રોડ ટ્રીપની શરૂઆત થઈ હતી અને 18000 કીમીનું અંતર કાપી 36 દિવસ બાદ સુરત ખાતે પરત ફર્યા હતા. આ દરમિયાન ભારતના ચારેય ખુનાઓની મુલાકાત સાથે 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલા પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી.