Year: 2022
-
બિઝનેસ
ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે
સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે.…
Read More » -
વડોદરા
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ ‘મુંબઈ તરંગ’નું વાર્ષિક કેલેન્ડરનું વિમોચન કર્યું
વડોદરા (ગુજરાત): રાષ્ટ્રીય અખબાર ‘મુંબઈ તરંગ’નું વાર્ષિક કેલેન્ડર સોમવારે, 17 જાન્યુઆરી, 2022 ના રોજ, સર્કિટ હાઉસ, વડોદરા ખાતે કેન્દ્રીય મંત્રી રામદાસ…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
અભિનેતા રાજન કુમાર પ્રજાસત્તાક દિવસની પરેડ રાજપથ ખાતે કાપડ મંત્રાલયની ઝાંખીને જીવંત કરશે
અભિનેતા રાજન કુમારને આર્ટ કલ્ચર ખૂબ જ પસંદ છે. આ જ કારણ છે કે 1998માં ભારત સરકારે તેમને છાવ ડાન્સ…
Read More » -
એન્ટરટેઇન્મેન્ટ
પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું
સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી…
Read More » -
સુરત
કલાયમેટ ચેન્જને કારણે વિશ્વભરમાં ઉદ્ભવતી સમસ્યાના નિરાકરણ માટે ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીથી જ ઇન્ડસ્ટ્રીયલ, રેસીડેન્શીયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવી હિતાવહ રહેશે : નિષ્ણાત
ચેમ્બરે ઉદ્યોગકારોને ‘ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજી’ના કોન્સેપ્ટ વિશે માહિતગાર કર્યા સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવાર, તા.…
Read More » -
હેલ્થ એન્ડ બ્યૂટી
11 જાન્યુઆરીના રોજ ઇન્સ્યુલિનની શોધ અને ઉપયોગના 100 વર્ષની ઉજવણી-વિશ્વભરમાં લાખો લોકોના જીવન બચાવે છે
આજથી લગભગ 100 વર્ષ પહેલાં બાળકના જીવન બચાવનારા ટાઇપ 1 ડાયાબિટીસ ઇન્સ્યુલિનની શોધ કેનેડામાં લિયોનાર્ડ થોમ્પસનને 11મી જાન્યુઆરી 1922ના રોજની…
Read More » -
બિઝનેસ
ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ મળી, મહિલા સાહસિકો દ્વારા બિઝનેસનું પ્રેઝન્ટેશન કરાયું
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની ગુરૂવાર, તા. ૬ જાન્યુઆરી, ર૦રરના રોજ સમૃદ્ધિ, સરસાણા ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું…
Read More » -
સુરત
ચેમ્બરના ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’નો ભારતના ટેક્ષ્ટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ભવ્ય શુભારંભ
ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ સુરત માટે પીલર સમાન છે તથા ઉદ્યોગોને અદ્યતન ટેકનોલોજીથી અવગત કરાવવાનું યોગ્ય માધ્યમ એટલે એકઝીબીશન :…
Read More » -
સુરત
ચેમ્બર દ્વારા આયોજિત ‘સીટેક્ષ– સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર’માં યુરોપિયન મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, આજથી ભવ્ય શુભારંભ
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા…
Read More »
