ગુજરાતટ્રાવેલસુરત

સુરતની 42 વર્ષીય બાઇકર્સ દુરૈયા તપિયા 26મી થી દેશવ્યાપી ટ્રક રાઇડ પર

• 26મી જાન્યુઆરીએ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ કરશે ફ્લેગ ઓફ
• 35 દિવસની આ રાઇડ દરમિયાન દુરૈયા 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજાર કિમીની સફર કરશે
• રાઇડનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છ ભારત, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનને જનજન સુધી પોહંચડવાનો છે
• રાઇડ દરમિયાન ગામડાઓની પ્રજાને માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબિનોનું વિતરણ પણ કરી કોરોના મહામારી પ્રત્યે જાગૃત પણ કરશે

સુરત : બાઇકર્સ તરીકે વિખ્યાત સુરતની 42 વર્ષીય દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા જઈ રહી છે. તે આગામી 26મી જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઇડ પર નીકળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ-19 થી સુરક્ષિત રહેવાના સંદેશોને જનજન સુધી પહોંચાડવા આ દેશવ્યાપી રાઇડનું દુરૈયાએ આયોજન કર્યું છે.

આગામી 26મી જાન્યુઆરીના રોજ નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ફ્લેગ ઓફ કરશે અને રાઇડની શરૂઆત થશે. રાઇડ દરમિયાન દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ડ્રાઈવ કરશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. દૂરૈયા તપીયાએ જણાવ્યું હતું કે આ રાઇડનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશકત નારી, સશકત ભારત અને આત્મનિર્ભર અભિયાનને જન જન સુધી પહોંચડવાનો છે. સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે. આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરાશે. 13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. ઠેક ઠેકાણે દુરૈયાનું સ્વાગત પણ થશે. રાઇડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી હશે અને ત્યારબાદ સુરત ખાતે રાઇડનું સમાપન થશે.

ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું, મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી

35 દિવસ સુધી એકલા હાથે ટ્રક ચલાવી 13 રાજ્યોની સફર ખેડવા માટે દુરૈયા તપિયાએ પ્રોફેશનલ ડ્રાઈવની જેમ ટ્રેનિંગ લઈ હેવી લાઈસન્સ મેળવ્યું છે. દુરૈયા તપીયાએ જણાવ્યું હતું કે સામન્ય રીતે ટ્રક ચલાવવું એ પુરુષોનું કામ છે, ત્યારે મારા માટે આ મુશ્કેલ જરૂર હતું પણ અશક્ય નહીં. એટલે જ ત્રણ મહિના સુધી ટ્રક ચલાવવાનું શીખ્યા બાદ આરટીઓમાં હેવી લાઈસન્સ માટેની પ્રોસેસ કરી હેવી લાઈસન્સ મેળવ્યું અને અને હવે રાઇડ માટે તૈયાર છું. મહિલા જ્યારે હાઇવે પર જાતે ટ્રક હંકારીને હજારો કિમીની સફર ખેડશે આ એક ગૌરવની વાત છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગણપત ભાઈ વસાવાએ પણ દુરૈયા તપિયાની પ્રશંસા કરવા સાથે શુભેચ્છા પાઠવી છે.
ઉલ્લેખનિય છે કે દુરૈયા તપિયાએ સાહસિક મહિલા છે. બાઇકર્સ તરીકે તે પોતાની ઓળખ પ્રસ્થપિત કરી ચૂકી છે. તે ભારત ભ્રમણ સાથે જ સિંગાપોર સુધી બાઇક રાઇડ કરી ચૂકી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button