દક્ષિણ ગુજરાત

દિવ્યાંગજનોને સીટ પર જઈને રેશનકાર્ડના હુકમોનું વિતરણ

બારડોલી ખાતે રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા હેઠળ સામાજિક ન્યાય અને અધિકારતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે દિવ્યાંગજનોને સીટ પર જઈને રેશનકાર્ડના હુકમોનું વિતરણ કર્યુંઃ

જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા માતા બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના હેઠળ અનાજ મળશેઃ મંત્રી ઈશ્વરભાઈ પરમાર

રાજ્યમાં કોઇને ભૂખ્યા સુવું ન પડે રાજય સરકાર કટિબધ્ધ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવિષ્ટ નવા લાભાર્થીઓનુ વિડિઓ કોન્ફરન્સિંગના માધ્યમથી અભિવાદન કર્યુંઃ

બારડોલી તાલુકાના ૨૨ હજાર કુટુંબોના ૧.૧૬ લાખ સભ્યોને એન.એફ.એસ.એ. યોજના હેઠળ અનાજનો પુરવઠો મળશેઃ

સુરતઃ રાજયમાં વિવિધ પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-૨૦૧૩ની જોગવાઇઓ અનુસાર રાજયમાં ૧૦ લાખથી કુટુંબોની ૫૦ લાખની જનસંખ્યાને એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારક હેઠળ આવરી લેવાના સંકલ્પ સાથે બારડોલી તાલુકાના નવા આવરી લેવાયેલા જરૂરીયાતમંદોને સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે હુકમનું વિતરણ કરવામાં આવ્યું હતું.

બારડોલી ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે, રાજયમાં કોઈને ભુખ્યા સુવુ ન પડે તેવા સંકલ્પ સાથે રાજયના સંવેદશીલ મુખ્યમંત્રીશ્રીએ રાજયના ૧૦ લાખ કુટુંબોના ૫૦ લાખની જનસંખ્યાને આવરી લેવાનો ઉદ્દાત નિર્ણય કર્યો છે. રાજ્યના દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા માતા બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના હેઠળ હવે અનાજ મળશે. આ ઉપરાંત સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત NFSA કાર્ડ આપી લાભ અપાશે. નગરો-શહેરો અને ગામોમાં વસતા રિક્ષા-છકડો-મીની ટેમ્પો જેવા થ્રિ-વ્હિલર વાહનો ચલાવનારા એવા રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે જરૂરીયાતમંદોને વ્યકિત દીઠ પાંચ કિલો અનાજ આપવામાં આવશે. રાજયના લાખો જરૂરીયાતમંદોને લોકડાઉન દરમિયાન લોકડાઉનમાં નિરાધાર, પરપ્રાંતિય લોકોને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવ્યું હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ બારડોલી તાલુકામાં યોજનાનો ચિંતાર આપતા જણાવ્યું હતું કે, આ એન.એફ.એસ.એ. હેઠળ બીપીએલના ૧૧૬૩૦ કુટુંબના ૬૨ હજાર સભ્યો, અંત્યોદય યોજના હેઠળના ૪૩૩૪ પરિવારોને ૨૧૨૯૮ સભ્યો, એપીએલના ૬૧૨૭ કુટુંબોના ૩૧૮૯૨ મળી કુલ ૨૨૦૯૧ પરિવારોના ૧.૧૬ લાભાર્થીઓને અનાજનો લાભ આપવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Distribution of ration card orders to the disabled by going to the seat

મંત્રીશ્રીએ જણાવ્યું કે, નિરાધાર ગંગાસ્વરૂપા માતા-બહેનો જે મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગા સ્વરૂપા વિધવા સહાય પેન્શન મેળવે છે તેવી માતાઓ-બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસતી ગંગાસ્વરૂપા બહેનોને NFSAનો લાભ આપવામાં આવશે.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કેશોદ ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સૌ લાભાર્થીઓને સંબોધન કર્યું હતું.

આ વેળાએ પ્રાંત અધિકારીશ્રી વી.એન.રબારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણી ભાવેશભાઈ પટેલ, અજીતભાઈ, મોટી સંખ્યામાં ગંગાસ્વરૂપ બહેનો, દિવ્યાંગજનો, શ્રમિકો અન્ય જરૂરીયાતમંદો ઉપસ્થિત રહ્યા હતા.

આ વેળાએ બારડોલી તાલુકાના બાબેન ગામના વતની દિવ્યાંગ લાભાર્થી એવા કાશીનાથ શીંદેએ જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા દિવ્યાંગોને રેશનકાર્ડ હેઠળ નિર્ણય કર્યો છે જે અભિનંદનીય છે. હું હાથથી દિવ્યાંગ છું. આ યોજનાથકી મારા જેવા ગરીબ લાભાર્થીને અનાજ મળતુ થયું છે. ૫૨ વર્ષની વય ધરાવતા કાશીનાથ કહે છે કે, મારા ઘરમાં ૧૦ સભ્યો છે અત્યાર સુધી અમોને અત્યાર સુધી અનાજ મળતુ ન હતું. મુખ્યમંત્રીએ નિર્ણય કરીને દિવ્યાંગનો સમાવેશ કરતા ખુબ ખુશ છું.

બારડોલી તાલુકાના અલુ ગામના ગંગા સ્વરૂપ બહેન જલીબેન સોમાભાઈ ઢોડીયા જણાવે છે કે, મારા પતિનું છ વર્ષ પહેલા અવસાન થયું હતું. હાલ દિકરો નોકરી અર્થે બહાર રહે છે. હું ઘરે એકલી જ રહું છું. હવે મને મહિને અનાજ મળવાથી કોઈના પર આધાર રાખવો નહી પડે. રાજય સરકારે અમારા જેવી બહેનોને ધઉ, ચોખા આપવાનો નિર્ણય કર્યો છે જેથી અમે સરકારના ઋણી બન્યા હોવાનું જણાવીને સરકારને લાખ લાખ અભિનંદન પાઠવ્યા હતા.

લાકડીના ટેકે ચાલતા દિવ્યાંગ અરવિંદભાઈ ચૌધરીને એન.એફ.એસ.એ. રેશનકાર્ડ હેઠળ અનાજ મળવાથી તેઓ કહે છે કે, હું નાનપણથી દિવ્યાંગ છું. મુખ્યમંત્રીશ્રીના નિર્ણયથી અમોને આજે અનાજ મળતુ થયું છે. જેનાથી આર્થિક સથિયારો મળ્યો છે. મારા ઘરમાં મારા પુત્ર સાથે રહું છું. હું પગેથી દિવ્યાંગ હોવાથી પગે ચાલી ન હોવાથી કોઈ કામ પણ કરી શકતો નથી. અનાજ મળવાથી હવે મારે કોઈની પર આધાર રાખવો નહી પડે. અરવિંદભાઈએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button