સિટ્રોને સુરતમાં “લા મેસન સિટ્રોન” ફિઝિટલ શોરૂમ લોંચ કર્યો, નવી સી3ના પ્રી-બુકિંગનો હવે પ્રારંભ
લા મેસન સિટ્રોનને મતલબ ધ હોમ ઓફ સિટ્રોન અને તે ગ્રાહકોને વિશિષ્ટ, સુવિધાજનક ડિજિટલ સફર પ્રદાન કરે છે
- લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમ સિટ્રોન ઇન્ડિયાના ATAWADAC અનુભવ (એની ટાઇમ એની વ્હેર એની ડિવાઇસ એની કન્ટેન્ટ) સાથે એકીકૃત છે તથા હાઇ ડેફિનેશન 360 ડિગ્રી 3ડી કન્ફિગર ધરાવે છે
- જુલાઇ 2022 સુધીમાં સમગ્ર ભારતમાં સિટ્રોન ડીલર નેટવર્કની સંખ્યા 20 શોરૂમ સુધી પહોંચશે
- નવી સી2 હેચબેક યુવા અને પ્રગતિશીલ ગ્રાહકો માટે રજૂ કરાઇ
શોરૂમનું સરનામું – લા મેસન સિટ્રોન સુરત, ગ્રાઉન્ડ ફ્લોર, ઇસ્કોન મોલ, ડુમસ રોડ, પિપલોદ, સુરત, ગુજરાત 395007
સુરત, ગુજરાત: સિટ્રોને સુરતમાં તેના ફિઝિટલ શોરૂમ “લા મેસન સિટ્રોન”ના લોંચ સાથે તેની નવી હેચબેક નવી સી3 (C3) રજૂ કરી છે. સુરતમાં ઓટો રિટેઇલ માટે વ્યૂહાત્મક અને શહેર કેન્દ્રમાં આવેલો આ શોરૂમ ભારતમાં કંપનીના નેટવર્કના વિસ્તરણની યોજનાનો હિસ્સો છે. હાલમાં કંપની ચંદીગઢ, જયપુર, લખનઉ, ભુવનેશ્વર, સુરત, નાગપુર, વિઝાગ, કેલિકટ અને કોઇમ્બતૂરમાં 9 નવા લા મેસન ફિઝિટલ શોરૂમ ધરાવે છે. આ શોરૂમ ગ્રાહકોને અનુકૂળ ટેસ્ટ ડ્રાઇવનો અનુભવ તથા સંપૂર્ણ આફ્ટર-સેલ્સ સર્વિસિસ પણ ઓફર કરશે.
લા મેસન સિટ્રોનના લોંચ અંગે વાત કરતાં સિટ્રોન ઇન્ડિયાના બ્રાન્ડ હેડ સૌરભ વત્સે જણાવ્યું હતું કે, “અમે સુરતમાં લા મેસન સિટ્રોનના લોંચ અંગે ઉત્સાહિત છીએ તથા આ ફિઝિટલ શોરૂમ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે કારણકે અમે અમારી પ્રથમ મેઇનસ્ટ્રીમ કાર ન્યુ સી3 લોંચ કરવા સજ્જ બની રહ્યાં છીએ. આ શોરૂમમાં ઘણી સ્ક્રિન, ATAWADAC (એની ટાઇમ એની વ્હેર એની ડિવાઇસ એની કન્ટેન્ટ)ની રજૂઆત કરી રહ્યાં છીએ તેમજ વિશિષ્ટ હાઇ ડેફિનેશન 3ડી કન્ફિગરેટર ગ્રાહકોને 360 ડિગ્રી વ્યૂ સાથે પ્રોડક્ટનો અનુભવ કરવામાં તથા તેમની પ્રોડક્ટ અને સેવાઓને પર્સનલાઇઝ કરી શકશે. સિટ્રોન કમ્ફર્ટ અને ડિજિટલ ઇનોવેશન ઉપર કેન્દ્રિત છે ત્યારે આ લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમ દ્વારા અમને વિશ્વાસ છે કે અમે ભારતીય કાર ગ્રાહકોના કાર ખરીદીના સફરમાં ક્રાંતિ લાવવા માટે સક્ષમ બનીશું.”
તેમણે ઉમેર્યું હતું કે, “નવી સિટ્રોન સી3 સાથે પોતાના જીવનમાં આગળ વધવા માટે ઇચ્છુક ભારતના યુવાનો માટે અમારી પ્રોડક્ટની પસંદગીઓમાં વિસ્તરણ ચાલુ રાખીશું. નવી સિટ્રોનના વહેલા માલીક બનવા ઇચ્છુક ગ્રાહકો માટે 01 જુલાઇ, 2022ના રોજથી પ્રી-બુકિંગ શરૂ થઇ ગયું છે.”
“લા મેસન સિટ્રોન” વિશે
“લા મેસન સિટ્રોન” પરંપરાગત ઓટોમોબાઇલ ડિસ્ટ્રિબ્યુશનની કામગીરીમાં હલચલ પેદા કરશે. તે અનુકૂળ, મૈત્રીપૂર્ણ અને બેજોડ માહોલ સાથે ઘર જેવો અનુભવ પ્રદાન કરે છે. તેના આગળના હિસ્સામાં મૂકેલી એક વિશાળ સ્ક્રીન આસપાસના લોકોને આકર્ષે છે અને તેમને શોરૂમની અંદર આવવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રાકૃતિક વૂડ ફીનીશ અને કલરફૂલ શૈલીની વિશેષતાઓ ધરાવતા ઇન્ટિરિયર્સને ગ્રાહકો સિટ્રોન બ્રાન્ડ અને તેના વર્ષો જૂના વારસાનો અનુભવ કરવા માટે આમંત્રિત કરે છે.
એક સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમ ગ્રાહકોને બેજોડ ડિજિટલ અનુભવ પ્રદાન કરશે અને શોરૂમમાં ATAWADAC રિસેપ્શન બાર, હાઇ ડેફિનેશન 3ડી કન્ફિગરેશન, સિટ્રોન ઓરિજિન્સ ટચસ્ક્રીન સાથે સફરના અનુભવમાં વધારો કરશે.
ભારતમાં 360 ડિગ્રી કન્ફર્ટ રણનીતિના ભાગરૂપે સિટ્રોન બેજોડ કમ્ફર્ટ સાથે ગ્રાહકો સાથે વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે સંખ્યાબંધ સેવાઓ ઓફર કરશે. આ સેવાઓમાં સિટ્રોન ફાઇનાન્સ એન્ડ ઇન્સ્યોરન્સની આકર્ષક ફાઇનાન્સ અને લિઝિંગ સર્વિસિસ તેમજ 30 મીનીટ ગેરંટેડ ટ્રેડ-ઇન-ફેસિલિટી સામેલ છે.
આફ્ટરસેલ્સ વર્કશોપ લા અટેલિયર સિટ્રોન તમારા આંગળીના ટેરવે નીચે મૂજબની ઇનોવેટિવ સર્વિસિસ ઓફર કરશે.
- એનીટાઇમ એનીવ્હેર એક્સેસ
- વર્ચ્યુઅલ રિમોટ ડાયગ્નોસ્ટિક્સ
- 180 મીનીટ આરએસએ ગેરંટી
- સમયાંતરે સર્વિસ અને મેન્ટેનન્સ સાથે પિકઅપ અને ડ્રોપ
- જેન્યુઇન સ્પેર પાર્ટ્સ 24 કલાકમાં ઉપલબ્ધ
સર્વિસ ઓન વ્હીલ્સ દ્વારા ગ્રાહકો સુધીની પહોંચ વધશે તથા ગ્રાહકોના ઘર આંગણે જ સર્વિસ અથવા રિપેરની કામગીરી ઉપલબ્ધ બનશે.
નવી સિટ્રોન સી3 વિશે
નવી સી3 સિટ્રોને એક નવા અધ્યાયની શરૂઆત કરી છે, જેમાં મોડલની રચના બ્રાન્ડની રણનીતિ મૂજબ રહેશે. ભારતીય બજારની વિશિષ્ટ જરૂરિયાતોને અનુરૂપ લોક ટીમ સાથે ઉંડાણપૂર્વક અભ્યાસ બાદ આ મોડલને વિકસાવવામાં આવ્યું છે. નવી સી3 2019માં લોંચ કરાયેલા સી-ક્યુબેડ પ્રોગ્રામ હેઠળ પ્રથમ મોડલ છે અને વર્ષ 2024 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર ત્રણ વ્હીકલ્સ લોંચ કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. આ સ્પર્ધાત્મક, માર્કેટ લિડિંગ ઓફર, બેજોડ સ્ટાઇલ, ઓન-બોર્ડ કન્ફર્ટ ડિઝાઇનનો અનુભવ જે-તે દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇનના લાભો સામેલ કરાશે.
એક ચોક્કસ ડિઝાઇનની સાથે નવી સી3 નિશ્ચિતરૂપે ગ્રાહકોને આકર્ષિત કરશે. જે લોકો માટે કાર તેમના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હોય છે, તેઓ કારને તેમની પસંદગી મૂજબ કસ્ટમાઇઝ કરી શકે છે. તેના પ્રત્યે ભારતીય બજારમાં ઘણી આશા છે.
તેમાં કોન્પેક્ટનેસ સબ 4એમ આખાર, ગતિ, વિશિષ્ટતા, ઓન-બોર્ડ સ્પેસ, આરામ અને ભારતીય માર્ગો અનુસાર સુધાર, કસ્ટમાઇઝેશન, જીવનશૈલી અનુસાર પસંદગીના વિકલ્પો, નવી સી3 હાઇ વિઝ્યુઅલ અપીલ, વિશિષ્ટ શૈલી, 90 ટકાથી વધુ લોકલાઇઝેશનની સુવિધા અને સ્પર્ધાત્મક મૂલ્ય પ્રદાન કરે છે.
નવી સિટ્રોન સી3 20 જુલાઇ 2022ના રોજ લોંચ કરાશે અને તે 20 લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમ અને ઓનલાઇન ખરીદી માટે સિટ્રોનની સત્તાવાર વેબસાઇટ ઉપર ઉપલબ્ધ બનશે.