ઓટોમોબાઇલ્સ

ભારતમાં નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી લૉન્ચ થઈ: આકર્ષક ડિઝાઇન અને રંગ સાથે રજૂ થયેલી નવી એક્સક્લૂઝીવ સિટ્રોન કારમાં ગ્રાહકને રોમાંચક અનુભવ અને સંપૂર્ણ આરામ મળશે

નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી  રૂ. 36,67,000 (એક્સ-શોરૂમ દિલ્હી) માં લોન્ચ કરવામાં આવી

  • ઓન-બોર્ડ આરામ માટે બેન્ચમાર્ક, નવી સી5 એરક્રોસ એસયુવી સિટ્રોન એડવાન્સ કમ્ફર્ટ® સસ્પેન્શન, નવી સિટ્રોન એડવાન્સ કમ્ફર્ટ® બેઠકો, બેનમૂન જગ્યા અને મોડ્યુલરિટી ઑફર કરે છે
  • બાહ્ય બાજુની મુખ્ય વિશેષતાઓ – નવી ફ્રન્ટ-એન્ડ ડિઝાઇન, પાછળના ભાગમાં વિઝ્યુઅલ સિગ્નેચર, 18” ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ
  • આંતરિક વિશિષ્ટતા – નવી 10” ટચસ્ક્રીન અને સેન્ટર કન્સોલ, ગિયર શિફ્ટર અને ડ્રાઇવ મોડ બટન
  • ભારતના 90થી વધુ શહેરોમાં “બાય ઓનલાઈન” પહેલ દ્વારા 100% ડાયરેક્ટ ઓનલાઈન દ્વારા સમર્થિત 19 શહેરોમાં 20 લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમ દ્વારા વેચવામાં આવશે

સુરત (ગુજરાત): 08 સપ્ટેમ્બર, 2022 : સિટ્રોન ઇન્ડિયાએ નવી સી5 એરક્રોસ એસયુવી ને INR 36,67,000  (એક્સ-શોરૂમ દિલ્હી) ની વિશેષ પ્રારંભિક કિંમત સાથે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી સી5 એરક્રોસ એસયુવીની આકર્ષક ડિઝાઇન તેને સ્માર્ટ/હટકે લુક આપે છે અને તેને વિશિષ્ટ, આધુનિક અને ગતિશીલ બનાવે છે. 2021માં ભારતમાં તેની શાનદાર રજૂઆત બાદથી, સી5 એરક્રોસ એસયુવીને તેના વર્ગમાં સૌથી આરામદાયક અને મોડ્યુલર એસયુવી તરીકે ગણાવવામાં આવી છે. તેના 2022 નવા અવતારમાં, નવી કાર હવે વધુ આકર્ષક અને ડાયનેમીક છે, જેની મનમોહક ડિઝાઇન, ઉચ્ચ-ગુણવત્તાવાળા રંગ તેમજ ઇન્ટીરિયર મટેરિયલ આ SUVs માટે આરામ અને જગ્યાને વધુ અનન્ય અને મજબૂત બનાવે છે.

નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવી– પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ દિલ્હી)શાઇન (ડ્યુઅલ-ટોન) — INR 36,67,000

સ્ટેલેંટીસ ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર રોલેન્ડ બુચારાએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં સિટ્રોન પોર્ટફોલિયોમાં અમારી ફ્લેગશિપ એસયુવીનવી સી5 એરક્રોસ એસયુવીલોન્ચ કરવા માટે રોમાંચિત અને ઉત્સાહિત છીએ. આ નવી કારમાં સિટ્રોનએડવાન્સ કમ્ફર્ટ® પ્રોગ્રામના તમામ ઘટકો સામેલ છે. તેની કેટેગરીમાં સૌથી વધુ આરામદાયક અને સુસંગત એસયુવી તરીકે લોન્ચ થયા પછી સીએરક્રોસ ને હવે વધુ પ્રતિષ્ઠિતઆધુનિક અને ગતિશીલ વ્યક્તિત્વની ખાતરી આપવા માટે આકર્ષક આધુનિકતા અને નવીનતા આપવામાં આવી છે. તે વધુ મહત્વાકાંક્ષી બની રહી છે અને વધુ વિશિષ્ટ પાત્રની રાહ જોઈ રહેલા ભારતીય ગ્રાહકોને અપીલ કરશે.” 

સિટ્રોનઇન્ડિયાના બ્રાન્ડ હેડ સૌરભ વત્સ ઉમેર્યું હતું કે,તેની આરામઓન-બોર્ડ જગ્યા અને મોડ્યુલારિટીની શક્તિઓ પર નિર્માણ કરતી વખતેનવી સી5 એરક્રોસ એસયુવીવધુ શાર્પ બાહ્ય એક્સટીરીયર સ્ટાઇલ અને ઇન્ટીરિયર માટે વધુ આધુનિકઉચ્ચ-ગુણવત્તાવાળા રંગો અને સામગ્રી સાથે વધુ ભવ્ય અને ડાયનેમીક બનવા પરિપક્વ બની છે. સી5 એરક્રોસ આગળના ભાગમાં એક નવી ડિઝાઇન ભાષા રજૂ કરે છેજેમાં વણાંકો વધુ સંરચિત રેખાઓને માર્ગ આપે છે. પાછળના ભાગમાં નવી ત્રિ-પરિમાણીય લાઇટ સિગ્નેચરનવું 18” ડાયમંડ-કટ એલોય વ્હીલ અને 10” ટચસ્ક્રીન અને સેન્ટર કન્સોલની નવી ડિઝાઇન આ સી-એસયુવી સેગમેન્ટમાં ગ્રાહકોને ચોક્કસપણે આકર્ષિત કરશે.”

નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવીઆરામ અને મોડ્યુલારિટીની શરતોમાં બેન્ચમાર્ક સિટ્રોન ના DNA ના કમ્ફર્ટ ભાગના ફ્લેગશિપ મોડલ તરીકેનવી સી5 એરક્રોસ એસયુવીખાસ લાક્ષણિકતાઓને જાળવી રાખે છે જે તેને તેના સેગમેન્ટમાં અલગ બનાવે છેજે સમૃદ્ધિ અને ઉપયોગમાં સરળતા પર કેન્દ્રિત અનુભવમાં યોગદાન આપે છે. સિટ્રોન માટે ખાસ પ્રોગ્રેસીવ હાઇડ્રોલિક કુશન® સસ્પેન્શનરસ્તામાં રહેલી ખામીઓને શોષીને વાસ્તવિક “ફ્લાઇંગ કાર્પેટ” અસર સાથે મુસાફરોને સંપૂર્ણ આરામમાં મુસાફરી કરવાનો અનુભવ આપે છે. આ તેના સેગમેન્ટમાં એકમાત્ર એસયુવી છેજે ત્રણ વ્યક્તિગત સ્લાઇડિંગરિક્લાઇનિંગ અને રિટ્રેક્ટેબલ રીઅર સીટ ઓફર કરે છે અને તમને વાસ્તવિક એસયુવીમાં કેરિયર-લેવલ મોડ્યુલારિટીનો આનંદ માણવાની મંજૂરી આપે છે. 580 L થી 1630 L સુધી બૂટ વોલ્યુમ આ સેગમેન્ટ માટે એક રેકોર્ડ છે. વિશેષરૂપે આ એસયુવીમાં એકોસ્ટિક લેમિનેટેડ ફ્રન્ટ વિન્ડોથી લાભ મેળવવાના વિકલ્પ સાથે એકોસ્ટિક લાક્ષણિકતાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છેજે કારની અંદર કોકુન અસરને વિસ્તૃત કરે છે.

નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવી હવે 19 શહેરો(નવીદિલ્હી, ગુડગાંવ, મુંબઈ, પુણે, અમદાવાદ, કોલકાતા, બેંગલોર, હૈદરાબાદ, કોચી, ચેન્નાઈ, ચંદીગઢ, જયપુર, લખનૌ, ભુવનેશ્વર, સુરત, નાગપુર, વિઝાગ, કાલિકટ, અને કોઈમ્બતુર) માં 20 લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમ પર છૂટક વેચાણ માટે ઉપલબ્ધ છે. 

સિટ્રોન તેની નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવીમાટે “બાય ઓનલાઈન” 100% ડાયરેક્ટ ઓનલાઈન ખરીદીને પણ લંબાવશે. ડીલર નેટવર્કની બહારના લોકો સહિત 90થી વધુ ભારતીય શહેરોના ગ્રાહકોને આ ડાયરેક્ટ ઓનલાઈન પહેલ દ્વારા આવરી લેવામાં આવશે અને તેઓ ફેક્ટરીમાંથી સીધા જ ઓર્ડર કરી શકશે. 

નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવીના વોરંટી પ્રોગ્રામના ભાગરૂપે, સિટ્રોન પાસે ડિલિવરીની તારીખથી 36 મહિના અથવા 100,000 કિલોમીટર, જે પણ વહેલું હોય તેની માટે સ્ટાન્ડર્ડ વ્હીકલ વોરંટી જેવી સર્વિસ ઉપલબ્ધ છે. તેમાં સ્પેરપાર્ટ્સ અને એસેસરીઝ પર વોરંટી અને મહત્તમ આરામ અને ગતિશીલતા માટે 24×7 રોડસાઇડ મદદનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત વિસ્તૃત વોરંટી અને મેન્ટેનેન્સ પેકેજ પણ સમગ્ર નેટવર્ક પર ઉપલબ્ધ છે. 

સિટ્રોન માલિકીના અનુભવને વધુ આરામદાયક બનાવવા માટે, કંપની નવા સિટ્રોનસી5 એરક્રોસ એસયુવીગ્રાહકો માટે સિટ્રોન ફ્યુચર શ્યોર પણ ઓફર કરશે. આ વ્યાપક પેકેજ ગ્રાહકોને આકર્ષક EMI સાથે સિટ્રોન ખરીદવાની મંજૂરી આપે છે અને આ પેકેજમાં રૂટિન મેઇન્ટેનન્સ, એક્સટેન્ડેડ વોરંટી, રોડસાઇડ આસિસ્ટન્સ અને પાંચ વર્ષ સુધી ઓન-રોડ ફાઇનાન્સિંગનો પણ સમાવેશ થાય છે. 

ગ્રાહકો હવે તેમની નજીકના લા મેસન સિટ્રોન ફિઝિટલ શોરૂમની મુલાકાત લઈને અને www.citroen.in પર ઓનલાઈન કાર બુક/ખરીદીને નવી સિટ્રોનસી5 એરક્રોસ એસયુવીનું ટેસ્ટ-ડ્રાઈવ અને અનુભવ કરી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button